2026ની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણને લઈને દર્શકો વચ્ચે જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફેન્સ ફિલ્મના રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાંથી રણબીર કપૂર અને સાઈ પલ્લવીનો લુક પહેલેથી જ જાહેર કરવામાં આવી ચૂક્યો છે, જે પછી લોકો રવિ દુબેને લક્ષ્મણના રોલમાં જોવા માટે ઘણા એક્સાઇટેડ હતા. એવામાં હવે આ રાહ પૂરી થઈ ગઈ છે અને ફિલ્મમાંથી તેમનું સોલો પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રવિ દુબેનું લક્ષ્મણ અવતારમાં પોસ્ટર સામે આવતાં જ ફેન્સ ખૂબ ઉત્સાહિત થઈ ગયા છે. તેમને પહેલી વાર લક્ષ્મણના રૂપમાં જોઈને લોકો સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ કરી રહ્યા છે. તેમની તુલના શ્રીરામ બનેલા રણબીર કપૂર સાથે પણ થવા લાગી છે. 

તીર-ધનુષ સાથે ગુસ્સાવાળા લુકમાં દેખાયા રવિ દુબે

રવિ દુબેએ ઇન્સ્ટાગ્રામ પર રામાયણમાંથી લક્ષ્મણનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં બારીક વિગતો પર ખાસ કામ કરવામાં આવ્યું હોય તેવું દેખાય છે. તેમની પાછળ બેકગ્રાઉન્ડ જંગલનું છે, જેના પરથી સ્પષ્ટ જણાય છે કે આ પોસ્ટર વનવાસની ઝલક દર્શાવે છે. પોસ્ટરમાં એક્ટર તીર-ધનુષ સાથે કોઈના પર નિશાન સાધતા જોવા મળે છે અને તેઓ ઘણા આક્રમક મૂડમાં નજરે પડી રહ્યા છે. ફેન્સ તેમનો આ લુક જોઈને દીવાના થઈ ગયા છે અને સતત રિએક્શન આપી રહ્યા છે.

https://www.instagram.com/p/DfO4B6xxm6_/?utm_source=ig_web_copy_link&mdxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

યુઝર્સે કહ્યું: રવિ દુબેને ઓસ્કર મળશે

રવિ દુબેને લક્ષ્મણના અવતારમાં જોયા પછી લોકો સોશિયલ મીડિયા પર જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. તેમના આ લુકે ફિલ્મની રિલીઝને લઈને ફેન્સનો ઉત્સાહ ઘણો વધારી દીધો છે. એક યુઝરે લખ્યું, રામાયણ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર એવોર્ડ રવિ દુબેને જાય છે. બીજાએ લખ્યું, આ આ વર્ષનું બેસ્ટ પર્ફોર્મન્સ હશે. ત્રીજાએ લખ્યું, સુનીલ લહેરીજીની ઝલક દેખાઈ રહી છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, સિંગલ સ્ક્રીન થિયેટર માટે અત્યારથી બુકિંગ શરૂ કરી દો. આવી જ રીતે લોકો રવિ દુબેના લુક પર અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે.

હનુમાનજીના લુકની આતુરતાથી જોવાતી રાહ

રામાયણમાંથી રામ અને સીતાના પોસ્ટર પહેલેથી જ જાહેર થઈ ચૂક્યા છે. લક્ષ્મણની ઝલક પણ અગાઉ જોવા મળી હતી, પરંતુ પહેલી વાર તેમનું આ રીતનું સોલો પોસ્ટર સામે આવ્યું છે. જોકે હજુ સુધી હનુમાનજીના લુક પરથી પરદો ઊંચકાયો નથી, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 5 નવેમ્બર 2026ના રોજ દિવાળીના તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તેનું ડિરેક્શન દંગલ ફેમ ડિરેક્ટર નિતેશ તિવારી કરી રહ્યા છે અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા છે.

આ પણ વાંચો-TV Actor : માત્ર 33 વર્ષની વયે અભિનેતા અનુજ ઠાકુરનું નિધન, અકાળે અવસાન અંગે મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો!