અભિનેતા ધનુષ ઐશ્વર્યા સાથેના છૂટાછેડા બાદ ફરી પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં આવ્યા છે. એવા અહેવાલો છે કે ધનુષ અભિનેત્રી મૃણાલ ઠાકુરને ડેટ કરી રહ્યો છે. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તેમના અફેરની ચર્ચાઓ તેજ બની છે. મૃણાલે 1 ઓગસ્ટના રોજ જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. ધનુષે પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટીમાંથી ધનુષ મૃણાલનો હાથ પકડીને વાત કરતો જોવા મળે છે.


શું ધનુષ મૃણાલને કરી રહ્યો છે ડેટ?

મૃણાલ ઠાકુરની બર્થડે પાર્ટી કંઈક ખાસ હોય એવું લાગી રહ્યું છે કારણ કે જેમાં ધનુષ જોવા મળ્યો હતો. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કારણ કે ધનુષ મૃણાલનો હાથ પકડીને કંઈક વાત કરતો જોવા મળી રહ્યો છે તો મૃણાલ પણ ધનુષના કાનમાં કંઈક કહેતી જોવા મળે છે. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેમના પ્રેમ સંબંધના સમાચાર આવવા લાગ્યા હતા. દરેક વ્યક્તિ ધનુષ અને મૃણાલના અફેરની ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન ધનુષ બ્લેક જેકેટમાં જોવા મળ્યો હતો. મૃણાલ ફૂલ પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી હતી.

ધનુષ અને મૃણાલ સતત સાથે જોવા મળ્યા

જુલાઈ 2025ની શરૂઆતમાં ધનુષે આનંદ એલ રાયની ફિલ્મ તેરે ઇશ્ક મેંનું શૂટિંગ પૂર્ણ કર્યું અને રેપ-અપ પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ રેપ-અપ પાર્ટીમાં તમન્ના ભાટિયા, ભૂમિ પેડનેકર, કનિકા ધિલ્લોન અને મનરિલ ઠાકુર જોવા મળ્યા હતા. ત્યાર બાદ ધનુષ અને મૃણાલ કાજોલની ફિલ્મ 'મા' ના સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ બંને ફિલ્મ 'સન ઓફ સરદાર'ના પ્રીમિયરમાં સાથે જોવા મળ્યા હતા. મૃણાલ 'સન ઓફ સરદાર'માં મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે ધનુષ અને મૃણાલના અફેરના સમાચાર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મૃણાલ કે ધનુષ બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

તમને જણાવી દઈએ કે ધનુષ છૂટાછેડા લીધેલ છે. તેમના પહેલા લગ્ન સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે થયા હતા. તેમના લગ્ન 18 વર્ષ સુધી ચાલ્યા અને પછી તેમના છૂટાછેડા થઈ ગયા હતા. મૃણાલ હાલમાં ફિલ્મ સન ઓફ સરદારમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન અને રવિ કિશન મુખ્ય ભૂમિકામાં છે.


  • Follow us on: