કપિલ શર્મા પોતાની ધમાકેદાર કોમેડી સાથે પાછો ફર્યો છે અને આ શોમાં ગેસ્ટ તરીકે સલમાન ખાન જોવા મળ્યો હતો. ભાઈજાને કપિલ શર્મા શોમાં પોતાની સાથે જોડાયેલા કેટલાક રાજ ખોલ્યા હતા. હવે સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, તેણે કરીના કપૂરના બાથરૂમમાં તેનો ફોટો જોયો હતો. સલમાનની આ વાત સાંભળીને બધા ચોંકી ગયા છે.


કપિલ શર્માએ સલમાનના રહસ્યો ખોલ્યા

કપિલ શર્માએ સલમાન ખાન સાથે મસ્તીભર્યા અંદાજમાં ઘણા રહસ્યો ખુલ્લા કર્યા હતા. ઘણા લોકો આ શોનો આ એપિસોડ જોઈને હસતા જોવા મળ્યા હતા કારણ કે, સલમાનની ફિલ્મના કેટલાક વિચિત્ર લુકના પોસ્ટર બતાવામાં આવ્યા હતા. તે જોયા બાદ કપિલ શર્મા શોમાં હાજર ફેન્સ, બંને જજ અર્ચના પૂરણ સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ ખૂબ હસ્યા હતા.

શું કરીનાના બાથરૂમમાં હતો સલમાનનો ફોટો?

સલમાને ફિલ્મનાં પોસ્ટર જોયા બાદ કપિલ શર્મા સલમાન ખાનને પૂછે છે કે શું તેણે તેનું પોસ્ટર કોઈ વિચિત્ર જગ્યાએ જોયું છે. તેના જવાબમાં સલમાન કહે છે કે, હા, મેં તે જોયું છે અને મને કહેવામાં આવ્યું છે કે મારો ફોટો કરીના કપૂરના બાથરૂમમાં હતો. તે સમયે તે 8-9 વર્ષની હશે. ત્યાર બાદ તે 15-16 વર્ષની થઈ કે તરત જ રાહુલ રોયનો ફોટો ત્યાં મૂકવામાં આવ્યો હતો.

સલમાન ખાન ફિટ જોવા મળ્યો

સલમાન ખાન શોમાં ખૂબ જ ફિટ દેખાતો હતો. ફેન્સે તેને આ લુકમાં જોઈને ખૂબ ખુશ થયા હતા. તેણે કપિલ શર્મા સાથે ફિટનેસથી લઈને તેની ફિલ્મો સુધીની ઘણી બાબતો વિશે વાત કરી હતી. સલમાનનો અનફિલ્ટર સ્ટાઇલ ખૂબ પસંદ આવ્યો છે અને લાખો લોકોએ આ વીડિયો જોયો છે. સલમાન છેલ્લે ફિલ્મ સિકંદરમાં જોવા મળ્યો હતો. હવે તે ગલવાન વેલી પર આધારિત ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ માટે સલમાન પોતાના બોડી પર ખૂબ જ મહેનત કરી રહ્યો છે.


  • Follow us on: