ઋષભ શેટ્ટીની સૌથી ચર્ચિત ફિલ્મ કંતારા ચેપ્ટર 1નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે.  ફેન્સે સોશિયલ મીડિયા પર ટ્રેલર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે તેના વિશે વાત કરી રહ્યા છે. ટ્રેલર જોયા બાદ ફેન્સનો ઉત્સાહ વધ્યો છે. તેઓ ફિલ્મની રિલીઝ તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઋષભ શેટ્ટી પહેલા કરતાં પણ વધુ સસ્પેન્સિવ કહાની લઈને આવ્યા છે. ટ્રેલર જોયા બાદ દર્શકો શું કહી રહ્યા છે જાણો....


ઋષભ શેટ્ટીની ફિલ્મ પ્રત્યે ઉત્સાહ વધ્યો

ફિલ્મનું ટ્રેલર તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. કાંતારા ચેપ્ટર 1ના થિયેટરમાં રિલીઝ માટે ફેન્સ વધુને વધુ ઉત્સાહિત છે. ઋષભ શેટ્ટીની ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું ત્યારથી ફેન્સ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કંતારા ચેપ્ટર 1ને લઈ યુઝર્સે આપી પ્રતિક્રિયા

કંતારા ચેપ્ટર 1ને જોયા બાદ યુઝર્સે કહ્યું હતું કે, મારા રૂંવાડા ઉભા થઈ ગયા તો બીજા યુઝર્સે કહ્યું કે, આ ફિલ્મ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવશે.ત્રીજા યુઝરે લખ્યું હતું કે, આખો બોલીવુડ સમુદાય કાંતારા બ્રહ્માંડથી ડરે છે. તો ઘણા કહી રહ્યા છે કે, 2 ઓક્ટોબરે થિયેટરોમાં ધમાકેદાર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે હું તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ઋષભ શેટ્ટીની 'કાંતારા' ઓસ્કારને લાયક છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

પહેલા ભાગની જેમ કાંતારા ચેપ્ટર 1માં ઋષભ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. સપ્તમી ગૌડા અને ગુલશન દેવૈયા પણ મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. પહેલા ભાગની જેમ આ ફિલ્મનું દિગ્દર્શન પણ ઋષભ શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું છે. દિલજીત દોસાંજે ટાઇટલ ટ્રેક ગાયું છે જે ટ્રેલરમાં જ દર્શકોને ગમ્યું. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

  • Follow us on: