ઐશ્વર્યા રાય હંમેશા પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. થોડા વર્ષોથી એશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે કંઈક કંકાસ ચાલી રહ્યો હોવાના અહેવાલો હતા ત્યારે હવે ફરી એકવાર અભિનેત્રી સાથે જોડાયેલી રસપ્રદ કહાનીની ચર્ચા થઈ રહી છે. ઘણા ફેન્સથી લઈ બોલીવુડ કલાકારો પણ ઐશ્વર્યા રાયની સુંદરતાના દિવાના હતા. તેના માટે આટલો ક્રેઝ તે અભિનેત્રી બનતા પહેલા જ જોવા મળ્યો હતો.


ઐશ્વર્યા રાયના કોલેજના એ દિવસોનો ખુલાસો

જ્યારે ઐશ્વર્યા રાય કોલેજમાં હતી ત્યારે અભિનેત્રીને જોવા માટે ઘણા છોકરાઓ ગેટ પર જોવા મળતા હતા. કોલેજના દિવસોમાં અભિનેત્રી પોતાના ફિઝિક્સના ટિચરને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતી હતી. અભિનેત્રી સાથે જોડાયેલા આ રહસ્યો તેની મિત્ર શિવાનીએ જાહેર કર્યા હતા. તેણીએ તેની મિત્ર ઐશ્વર્યા વિશે કેટલાક ખૂબ જ રસપ્રદ ખુલાસા કર્યા હતા. ઐશ્વર્યા રાય અંગે આ ખુલાસો તેની કોલેજ ફ્રેન્ડ શિવાનીએ 2007માં એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો. શિવાનીએ જણાવ્યું હતું કે તે અને ઐશ્વર્યા મુંબઈની જય હિંદ કોલેજમાં સાથે ભણ્યા હતા. તે સમયે, અભિનેત્રી હંમેશા તેના ફિઝિક્સના ટિચરને પ્રભાવિત કરવા માંગતી હતી. કારણ એ હતું કે તે અન્ય શિક્ષકોની તુલનામાં ખૂબ જ કડક હતા.

ઐશ્વર્યાને જોવા છોકરાઓ ગેટ પર ઉભા રહેતા

શિવાનીના કહેવા મુજબ, પહેલા તે જય હિંદ કોલેજમાં ભણતી હતી. જ્યારે ઐશ્વર્યા પહેલા કે.સી. કોલેજની વિદ્યાર્થીની હતી. પછીથી તે જય હિંદ કોલેજમાં જોડાઈ ગઈ હતી. જોકે, બંને કોલેજ નજીકમાં હતી. શિવાનીએ જણાવ્યું હતું કે તે સમયે તેની જય હિંદ કોલેજના છોકરાઓ ઐશ્વર્યાને જોવા માટે કોલેજના ગેટ પર ઉભા રહેતા હતા. શિવાનીએ બીજો ખુલાસો કર્યો હતો કે તે અને ઐશ્વર્યા ટ્રેન દ્વારા કોલેજ જતા હતા. તેમને થોડું અંતર ચાલીને જવું પડતું હતું. ઐશ્વર્યાના મિત્રએ એમ પણ કહ્યું હતું કે ઐશ્વર્યા તેની કોલેજની સૌથી સુંદર છોકરી હતી અને તેણે મિસ વર્લ્ડ બન્યા પછી તે સાબિત કરી દીધું હતું.


  • Follow us on: