પરિવાર એ જ છે કે જ્યાં પ્રેમ હોય છે અને એ જ પ્રેમમાં બલિદાન જ્યાં આપણે પોતાના માટે નહીં પરિવાર માટે જીવીએ છીએ પણ શું એ જ પ્રેમ ક્યારેક દુખ પણ પહોંચાડી શકે છે. આવી ગઈ છે ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સ. ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે વાતચીત. દર્શક મિત્રો દિલમાં અપાર લાગણી સાથે તૈયાર રહેજો એક પરિવારને મળવા માટે એક એવો પરિવાર જ્યાં પ્રેમ છે જ્યાં પ્રેમમાં બલિદાન છે પરંપરા સંસ્કાર વારસો આ તમામની એક સ્ટોરી છે.
સંસ્કાર, ભાવનાઓ અને સંબંધોની મહેક
દિગ્ગજ અભિનેતા પદ્મશ્રી મનોજ જોશી, હિતેન તેજવાની, ગૌરવ પાસવાલા, સાથે જ બે બ્યુટીફુલ એન્ડ ટેલેન્ટેડ અભિનેત્રીઓ કોમલ ઠક્કર અને કિંજલ ધામેચા, ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રેશ ભટ્ટ સાથે વાતચીત. મનોજ જોશી ને સવાલ કરવામાં આવે છે નવનીતરાય પ્રભુદાસ સંઘવી વિશે શું કહેશો તેના જવાબમાં કહે છે કે નવનીતરાય સંઘવી ખુબ જ સંસ્કૃતિ પ્રેમી અને પરિવાર પ્રેમી, પરિવાર એક સાથે રે એક સાથે મોટો થાય એ વિચારનો માણસ છે. દરેક ઘરના પોતાના એક નિયમો હોય ઘરના એ નિયમ મુજબ ચાલવું. પરિવારની અંદર મહત્વનું શું છે કે સમજણ એ સમજણ દરેકે પરિવારના સભ્યોને પણ હોય એવું માનવાવાળા અને પરિવારને એકસાથે ખભા પર હાથ મૂકી એકત્રિત કરવાવાળા એવા નવનીતરાય સંઘવી છે. આ ફિલ્મને સરસ રીતે સિનેમાટોગ્રાફી કરી છે. ગુજરાતી ભાષાના બધા જ મસ મોટા કલાકારો ગુજરાતી ફિલ્મના હોય કે થિયેટરના હોય એ બધા જ આ ફિલ્મમાં સંમિલિત છે.
હિતેન તમારી પાસેથી જાણવા માંગીશું તમારું જે કિરદાર છે. હિતેન જણાવે છે અસ્મિત સંઘવી નવનીતરાયનો મોટો દીકરો છે. જે વેલ્યુસ મળી છે પિતાએ પોતાના દીકરાને આપી અને આગળ કઈ રીતે જાય છે. અને એ વેલ્યુસનો શું મતલબ છે રાખે છે, શું પરિવાર છે, કેવી રીતે પરિવાર નો આ મોટો દીકરો આગળ સંભાળવાની તૈયારી કરે છે. પરીવારનો લાડકો દીકરો છે. અહીં આખો પરિવાર એક સાથે બેસીને જમે છે. આ એક પરંપરા છે.
35 જેટલા કલાકારો એક સાથે એક ફિલ્મમાં
35 જેટલા કલાકારો જે મોટા કલાકારો છે એમને તમે એક ફિલ્મની અંદર ભેગા કર્યા છે ચંદ્રેશજી તો એ કલાકારોની એવી કઈ ખાસિયત તમને લાગી હતી જે તમારા કિરદારો માટે થઈને તમને જોઈતી હતી. ચંદ્રેશજી કહે છે નવનીતરાય પ્રભુદાસ સંઘવી માત્ર મનોજભાઈ જ ભજવી શકે છે કારણ કે એ માણસની અંદર વેલ્યુ, કલ્ચર, કેરેક્ટરમાં જે એક ગ્રેસ છે જે એક સ્વાભિમાન છે. એટલા માટે કે એ આખા પરિવાર ને જોડી ને રાખે. અને એ રમુજી પણ છે.
પરિવાર પર ઘણી બધી ફિલ્મ બની પણ આ ફિલ્મ જેવી નહી: કોમલ
કોમલ જણાવે છે કે એક નવી પેર ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મળી. થેન્ક્સ અમારા ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટ કે એમણે કઈક નવું વિચાર્યું કારણ કે ઘણી બધી પેર છે જેમ તમે બીજી ફિલ્મોમાં પણ જોઈ હશે આ એક ફ્રેશ પેર છે અને ડિફરન્ટ છે. થેન્ક્યુ સો મચ ચંદ્રેશ સર કે આટલી સરસ વાર્તા એમના મગજમાં આવી. કે આપણું ગુજરાતી પરિવાર કેવું હોવું જોઈએ, કારણ કે ઘણી બધી ગુજરાતી ફિલ્મો પરિવાર પર બની પણ આ જે રિલેશનની ડેપ્થ છે એ કોઈએ નથી બતાવી અને તમને ખબર છે કે કાકા, મામા, ફઈ, ફઈની છોકરીઓ, ફઈના છોકરાઓ, મામાના છોકરાઓ, એ આપણા માટે કેટલા ઈમ્પોર્ટન્સ છે. આપણા તહેવારો કેટલા ઈમ્પોર્ટન્સ છે.
સમજણ પણ હોવી ખૂબ જરૂરી
'સંઘવી એન્ડ સન્સ' એ પ્રેમ, જવાબદારી અને નવી દિશામાં પરિવારમાં સમજૂતી કેવી રીતે લાવવી એ બતાવતી સુંદર ફિલ્મ છે. આપણે પોતાના માટે નહી પરિવાર માટે જીવીએ છીએ. વધુ માહિતી માટે ક્લિક કરો આ લિંક
Disclaimer : આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.









