કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરનું 12 જૂને ઈંગ્લેન્ડમાં પોલો રમતી વખતે હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંજય કપૂરના મૃત્યુના 8 દિવસ બાદ આજે દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંજય કપૂરની પ્રાર્થના સભા 22 જૂને રાખવામાં આવશે. સંજય કપૂરની ભૂતપૂર્વ પત્ની કરિશ્મા કપૂર અને તેના બાળકો પણ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

સંજય કપૂરના અંતિમ સંસ્કાર ક્યાં?

અહેવાલ મુજબ, બુધવારે સંજયના પરિવારે એક પ્રેસ નોટ જારી કરીને તેમના અંતિમ સંસ્કાર વિશે વિગતો આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્યોગપતિના અંતિમ સંસ્કાર ગુરુવારે સાંજે 5 વાગ્યે નવી દિલ્હીના લોધી રોડ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

https://www.instagram.com/reel/DLEZeIDoffB/

સંજય કપૂરની પ્રાર્થના સભાની નોટમાં કરિશ્માના બાળકોના નામ

સંજય કપૂરની પ્રાર્થના સભાની એક નોટ વાયરલ થઈ રહી છે જેમાં કરિશ્માના બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાર્થના સભાની નોટમાં સંજય કપૂરનો ફોટો અને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીમાંથી ગુરુમુખીમાં લખાયેલ એક અવતરણ શામેલ છે. અંતે સંજયની માતાનું નામ અને તેમની ત્રીજી પત્ની પ્રિયા સચદેવનું નામ લખેલું છે. તેમાં તેમના બધા બાળકોના નામ પણ હતા. અંતે સંજયની માતાનું નામ અને તેમની ત્રીજી પત્ની પ્રિયા સચદેવનું નામ લખેલું છે. તેમાં તેમના બધા બાળકોના નામ પણ હતા જેમાં કરિશ્મા કપૂરના બાળકો સમાયરા અને કિયાનનો પણ સમાવેશ થાય છે.


સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં કેમ વિલંબ?

સંજય કપૂરનું 12 જૂને અવસાન થયું હતું. ઉદ્યોગપતિ પાસે અમેરિકન નાગરિકતા છે. આ કારણે તેમના મૃતદેહને ભારત લાવવામાં ઘણી કાનૂની અડચણો આવી હતી. આ કારણે તેમના અંતિમ સંસ્કારમાં વિલંબ થયો હતો. હવે બધી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ સંજય કપૂર આજે પંચતત્વમાં વિલિન થઈ જશે.

સંજય કપૂરનું મૃત્યુ કેવી રીતે થયું?

સંજય કપૂર ગાર્ડ્સ પોલો ક્લબમાં પોલો રમી રહ્યા હતા આ દરમિયાન તેમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. ઘણા સુત્રોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, મઘમાખી સંજય કપૂરનાં ગળમાં ફસાઈ અને કરડતા ગુંગળામણ થઈ અને તેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.