સલમાન ખાનના શો 'બિગ બોસ 19' ના ગ્રાન્ડ પ્રીમિયર માટે ફક્ત થોડો સમય જ બાકી છે અને ફેન્સ રાહ જોઈ રહ્યા છે. શોના પ્રીમિયર પહેલા નિર્માતાઓએ એક મોટી ભેટ આપી છે. શોના ત્રણ સ્પર્ધકોના પ્રોમો રિલીઝ કરવામાં આવ્યા છે. આ ત્રણ સ્પર્ધકોના ડાન્સ પર્ફોર્મન્સના વીડિયો સામે આવ્યા છે.


'અનુપમા' ફેમ એક્ટરનું ફેન્સે કર્યું સ્વાગત

સ્પર્ધકોના ડાન્સ પર્ફોર્મન્સના પ્રોમો વીડિયો JioHostarના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા છે. આ પ્રોમો વીડિયોમાં ટીવીના લોકપ્રિય શો 'અનુપમા' ફેમ એક્ટર ગૌરવ ખન્ના ડાન્સ કરતા જોઈ શકાય છે. પ્રોમો વીડિયોમાં ગૌરવનો ચહેરો ઝાંખો દેખાઈ રહ્યો છે પરંતુ યુઝર્સે તેને ઓળખી લીધો છે અને કોમેન્ટમાં ગૌરવનું સ્વાગત કરી રહ્યા છે.

લોકપ્રિય ઇન્ફ્લુએન્સર પણ સામે આવી

બીજા પ્રોમો વીડિયોમાં લોકપ્રિય ઇન્ફ્લુએન્સર નગમા મિરાજકર જોવા મળી રહી છે. જોકે, નગમાનો ચહેરો પણ ઝાંખો બતાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં નગમા સાથે આવાઝ દરબાર પણ જોવા મળી રહ્યો છે. નેટીઝન્સે બંનેને ઓળખી લીધા છે અને તેમના માટે ઉત્સાહ પણ વ્યક્ત કર્યો છે. આ સિવાય ત્રીજો પ્રોમો વીડિયો પણ સામે આવ્યો છે.

લોકપ્રિય સિંગરની એન્ટ્રી?

આ ત્રીજા પ્રોમો વીડિયોમાં લોકપ્રિય સિંગર અમાલ મલિક જોવા મળી રહ્યો છે. લોકોએ અમાલને તેના અવાજથી ઓળખી લીધો છે અને કોમેન્ટ કરીને તેનું સ્વાગત કરી રહ્યા છે. અમાલનો ચહેરો પણ ઝાંખો દેખાયો છે. પ્રોમો વીડિયોમાં કોઈપણ સ્પર્ધકનો ચહેરો જાહેર કરવામાં આવ્યો નથી છતાં લોકોએ અનુમાન લગાવ્યું છે કે શોમાં આવનારા આ ત્રણ સ્પર્ધકો કોણ છે?

બિગ બોસ 19નો પ્રીમિયર 24 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. શોના પ્રીમિયર પહેલા નિર્માતાઓએ ઘરની એક ઝલક પણ બતાવી દીધી છે. હવે શોમાં કયા ટાસ્ક અને ટ્વિસ્ટ જોવા મળે છે તે જોવું રસપ્રદ રહેશે.


  • Follow us on: