સાઉથ ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુએ છૂટાછેડા લીધાના ચાર વર્ષ પછી ફરીથી લગ્ન કર્યા છે. સામન્થાએ 1 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યે રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા. કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં એક ખાનગી સમારોહમાં આ કપલે એકબીજાને તેમના જીવનસાથી તરીકે પસંદ કર્યા.
કપલના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સામંથા અને રાજ નિદિમોરુએ તેમના જીવનની સૌથી મોટી ક્ષણ ગુપ્ત રીતે ઉજવી. આ કપલના ફોટા અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને એ પણ વિચારી રહ્યા છે કે રાજ નિદિમોરુ કોણ છે.
રાજ નિદિમોરુ કોણ છે?
રાજ નિદિમોરુ એક ફિલ્મ મેેકર છે. તેણે મનોજ બાજપેયીની લોકપ્રિય વેબ સિરીઝ ધ ફેમિલી મેનનું દિગ્દર્શન પણ કર્યું છે અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા જોડી રાજ અને ડીકેના સભ્ય છે. ધ ફેમિલી મેન ઉપરાંત, તેણે સિટાડેલ: હની બની અને ફરઝી જેવા લોકપ્રિય શો દ્વારા પોતાનું નામ બનાવ્યું છે.
રાજ સામંથા કરતા 8 વર્ષ મોટો છે
સામંથા અને રાજ વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત છે. રાજ સામંથા કરતા લગભગ આઠ વર્ષ મોટો છે. રાજનો જન્મ 4 ઓગસ્ટ, 1979ના રોજ તિરુપતિમાં થયો હતો. તે હવે 46 વર્ષનો છે. સામંથાનો જન્મ 28 એપ્રિલ, 1978ના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં થયો હતો. આ અભિનેત્રી હાલમાં 38 વર્ષની છે.
રાજની ભૂતપૂર્વ પત્ની કોણ છે?
રાજ અને સામંથા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા અને પછી 1 ડિસેમ્બરે લગ્ન થયા હતા. આ તેમના બીજા લગ્ન છે. રાજના પહેલા લગ્ન શ્યામલી ડે સાથે થયા હતા, જેમણે રંગ દે બસંતી અને ઓમકારા જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે અને તે એક પટકથા લેખક પણ છે. આ કપલે 2022 માં છૂટાછેડા લઈને તેમના સંબંધોનો અંત લાવ્યો હતો. સામંથાના પહેલા લગ્ન 2017 માં અભિનેતા નાગા ચૈતન્ય સાથે થયા હતા, અને ચાર વર્ષ પછી તેઓ અલગ થઈ ગયા હતા.
આ પણ વાંચો- Jaya Bachchan : અશોક પંડિતે જયા બચ્ચન આકરા પ્રહારો કરતાં કહ્યું, 'તે ઘમંડી છે, પાપારાઝીના કામનું અપમાન...!'