હિન્દી સિનેમામાં જ્યારે પણ ડાર્ક, ઈન્ટેન્સ અને ક્રાઇમ-રોમાન્સથી ભરેલી કહાનીઓની વાત થાય છે, ત્યારે 2007માં આવેલી ફિલ્મ આવારાપનનું નામ સૌથી પહેલા આવે છે. લગભગ 19 વર્ષ બાદ ઇમરાન હાશ્મી ફરી એકવાર પોતાના આઇકોનિક પાત્ર શિવમ પંડિત તરીકે મોટા પડદા પર પાછા ફર્યા છે. 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મની સિક્વલની જાહેરાત થતાં જ દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ક્રાઇમ, બદલો, સાચો પ્રેમ અને રુહાની સંગીતનું એ જ જૂનું મિશ્રણ ફરી એકવાર ચર્ચામાં છે.
ઇમરાન હાશ્મીનું ધમાકેદાર કમબેક
6 ઓગસ્ટે રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરે આ ઉત્સાહને વધુ વધારી દીધો હતો, જેમાં ઇમરાન હાશ્મીની દમદાર હાજરી જોવા મળી હતી. જોકે, ટ્રેલર સાથે જ ઇન્ટરનેટ પર એક મોટો સવાલ ચર્ચાવા લાગ્યો હતો કે ફિલ્મમાં મુખ્ય વિલન કોણ છે? શું એક્ટર અને મ્યુઝિશિયન પૂરન ગબ્બી આ ફિલ્મમાં ખૂંખાર વિલન જોરાવરનું પાત્ર ભજવી રહ્યા છે?
https://www.instagram.com/p/Dbs4Sd8DYEk/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
આવારાપન 2ની સ્ટારકાસ્ટ અને રિલીઝ
નિતિન કક્કરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ આવારાપન 2 લગભગ 2 દાયકા લાંબી રાહ બાદ શિવમની કહાનીનો નવો અધ્યાય રજૂ કરે છે. આ સિક્વલમાં ઇમરાન હાશ્મી સાથે દિશા પટની અને વરિષ્ઠ અભિનેત્રી શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના મેકર્સ અને ડાયરેક્ટરે ટ્રેલરમાં કહાનીના મુખ્ય વળાંકોને મોટા ભાગે છુપાવી રાખ્યા હતા. આ સ્ટ્રેટેજી ફિલ્મ માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે, કારણ કે પહેલી આવારાપનની પોતાની એક કલ્ટ ફેન ફોલોઇંગ છે અને દર્શકો આ રહસ્યને સીધું સિનેમાઘરોમાં જ અનુભવવા માંગતા હતા. આ સિક્વલ પહેલી ફિલ્મની ભાવનાત્મક ઊંડાઈ જાળવી રાખીને શિવમની સફરને નવી દિશામાં આગળ વધારે છે.
ઇમરાન હાશ્મીની સામે કોણ?
સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચાલી રહેલા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે પૂરન ગબ્બી આવારાપન 2માં જોરાવર નામના મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. બીજી તરફ સત્તાવાર રીતે સામે આવેલી માહિતી મુજબ, દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી ફિલ્મમાં ઇમરાન હાશ્મીની મુખ્ય વિરોધી તરીકે જોવા મળી રહી છે. શબાના આઝમીએ પોતે પણ પોતાના પાત્રના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તેમનું પાત્ર કહાનીના સૌથી મહત્વના વળાંક પર આવે છે, જે આખી ફિલ્મની દિશા બદલી નાખે છે. પૂરન ગબ્બી વિલન છે.
કોણ છે પૂરન ગબ્બી?
હિન્દી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે પૂરન ગબ્બી કોઈ નવું નામ નથી. તે ઘણી ફિલ્મો અને ડિજિટલ પ્રોજેક્ટ્સમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂક્યા છે. આ સાથે તેઓ સ્વતંત્ર રીતે સંગીત પણ બનાવે છે. એક એક્ટર તરીકે પૂરન ગબ્બીએ 2018માં શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફની ફિલ્મ ઝીરોથી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ આયુષ્માન ખુરાનાની શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં જોવા મળ્યા હતા. તાજેતરમાં 2025માં નેટફ્લિક્સની ચર્ચિત પ્રિઝન ડ્રામા સિરીઝ બ્લેક વોરન્ટમાં રંગાના પાત્રથી તેમણે દર્શકો અને ક્રિટિક્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
https://www.instagram.com/reel/DXgSIt6saE_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
વામિકા ગબ્બી સાથે શું છે પૂરનનો સંબંધ?
પૂરન ગબ્બીના અંગત જીવન સાથે જોડાયેલી એક વાત સૌ કોઈ જાણે છે અને તે છે જાણીતી અભિનેત્રી વામિકા ગબ્બી સાથેનો તેમનો પારિવારિક સંબંધ. પૂરન ગબ્બી વામિકા ગબ્બીના નાના ભાઈ છે. વામિકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના ભાઈ સાથેની ઘણી તસવીરો અને બાળપણની યાદો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 2019માં રક્ષાબંધનના પ્રસંગે વામિકાએ પૂરન ગબ્બી સાથે પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં બંને ભાઈ-બહેન વચ્ચેનું સુંદર બોન્ડ જોવા મળ્યું હતું. વામિકા ગબ્બીએ હિન્દી, પંજાબી, તમિલ, તેલુગુ અને મલયાલમ સિનેમામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે, જેના કારણે પૂરનના કામને પણ વધુ ધ્યાન મળ્યું છે.
એક્ટિંગની સાથે સંગીતમાં પણ એક્ટિવ
પૂરન ગબ્બીને માત્ર બોલિવૂડ એક્ટર તરીકે જોવું તેમના ટેલેન્ટને સીમિત કરવા જેવું છે. તેઓ એક્ટિંગની સાથે ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિશિયન પણ છે. તેમણે પોતાનું મ્યુઝિક ટ્રેક સ્વિમ રિલીઝ કર્યું હતું, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મોમાં કામ કરવાની સાથે મ્યુઝિક કમ્પોઝિશન અને ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક રિલીઝ કરવાથી તેઓ બોલીવુડ એક્ટર્સથી થોડા અલગ બને છે.
શું આ સસ્પેન્સ ફિલ્મ માટે ફાયદાકારક સાબિત થયું?
હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને સસ્પેન્સ પરથી પડદો હટી ગયો છે. પૂરન ગબ્બીને આવારાપન 2ના કન્ફર્મ્ડ વિલન તરીકે કહી શકાય છે. એક્ટરના પાત્રને લઈને મેકર્સે ઘણું સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. લોકોને એક્ટરનું કામ ખૂબ પસંદ આવી રહ્યું છે. તેમનો સીધો મુકાબલો શિવમ પંડિત સાથે થઈ રહ્યો છે. ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ જોરદાર કમાણી કરી લીધી છે.
