કેન્સરથી ઝઝુમતી હિના ખાન કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક તે પોતાની બિમારીને કરાણ તો ક્યારેક અંગત જીવનના કારણે ચર્ચાનો વિષય રહે છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેને એક ભૂલના કરાણે હવે પસ્તાવો કરી રહી છે. હિના ખાને ઈન્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે કે, તેણે જીવનનો એક મોટો પાઠ પણ શીખી લીધો છે.

હિના ખાને શીખ્યો આ પાઠ

હિના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેર કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. હિના ખાને લખ્યું હતું કે, , 'જો મેં કંઈ ખાસ વિચાર્યું હોત, તો હું તે મારા પરિવાર સાથે શેર કરત, પરંતુ હું અને મારો પરિવાર સમસ્યાઓથી એટલા ઘેરાયેલા હતા કે મને બીજું કંઈ યાદ નહોતું. તે મારા મહેનતના પૈસા હતા અને મને કંઈપણ બગાડવાનું પસંદ નથી. કોઈ વાંધો નથી, મેં એક પાઠ શીખ્યો છે. તમે કેટલાક ગુમાવો છો, તમે કેટલાક જીતો છો. અલ્લાહ તમને સારું સ્વાસ્થ્ય આપે, આ ​​બીજા બધા કરતાં વધુ મહત્વપૂર્ણ છે.'


કેન્સરને કારણે હિનાએ ઘણા પૈસા ગુમાવ્યા

હવે તમે વિચારતા હશો કે હિના ખાનના પૈસા કેવી રીતે વેડફાયા? અભિનેત્રીએ હવે એક વીડિયો બનાવ્યો છે જેમાં તેના નુકસાનની માહિતી આપવામાં આવી છે. હિના ખાનના ઘણા હેરના પ્રોડક્ટ જમીન પર પડેલા દેખાય છે. તેમને બતાવતી વખતે હિના કહે છે કે, 'હવે આ ખૂબ જ હૃદયદ્રાવક છે. મારા બધા હેરના પ્રોડક્ટ એક્સ્પાયર થઈ ગયા છે. તમે જાણો છો કે મને હંમેશા એક આદત હતી, હું બેકઅપ તૈયાર રાખતી હતી. હું મારા પ્રોડક્ટનો સ્ટોક રાખતી હતી. એક પ્રોડક્ટના 3-3, 4-4 એકસ્ટ્રા હતા બધા બગાડી ગયા.'

હિના ખાનનું દિલ તૂટ્યું

હિના ખાને આગળ કહ્યું કે, 'આ બધું એટલા માટે થયું કારણ કે મને કેન્સર હતું અને હું કોઈ પણ હેર પ્રોડક્ટ વાપરી શકતી નહોતી અને હવે જ્યારે હું તેનો ઉપયોગ કરી શકું છું ત્યારે તે બધા એક્સપાયર થઈ ગયા છે. હે ભગવાન! બાય ધ વે, મારા કેન્સરે મને એક વાત શીખવી દીધી છે કે કૃપા કરીને વધારાની ખરીદી ન કરો. કિંમતી પ્રોડક્ટ્સનો બગાડ થયા પછી હવે હિના ખાને જીવનનો એક મોટો પાઠ શીખી લીધો છે. જોકે, આ સમયે હિના ખાનનું દિલ તૂટી ગયું છે કારણ કે આ બધી પ્રોડક્ટ્સ ખરેખર ખૂબ જ મોંઘી છે.


  • Follow us on: