બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે એક જ સવાલ ગુંજી રહ્યો છે: શું મૃણાલ ઠાકુર અને ધનુષ વેલેન્ટાઈન ડે પર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે? છેલ્લા કેટલાક દિવસોથી અહેવાલો વહેતા થયા હતા કે આ જોડી 14 ફેબ્રુઆરીએ સિક્રેટ વેડિંગ કરવાની છે. જોકે, હવે આ મામલે ખુદ મૃણાલ ઠાકુરે મૌન તોડ્યું છે અને અફવા ફેલાવનારાઓને પોતાની શૈલીમાં જવાબ આપ્યો છે.

"મને જ કોઈએ ઈન્વાઈટ નથી કરી!"

એક તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે મૃણાલને પૂછવામાં આવ્યું કે શું તે ખરેખર ધનુષ સાથે લગ્ન કરી રહી છે, ત્યારે તેણે હસતા હસતા વળતો સવાલ કર્યો કે, મને તો હજુ સુધી કોઈએ આમંત્રણ જ આપ્યું નથી! જ્યારે તેને જણાવાયું કે સોશિયલ મીડિયા પર તો લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે, ત્યારે તેણે રમુજી અંદાજમાં કહ્યું, "અચ્છા, તારીખ પણ આવી ગઈ? મને પણ બોલાવી લેતા તો સારું હતું.

ફ્રી PR કરનારાઓનો માન્યો આભાર

મૃણાલે વધુમાં ઉમેર્યું કે તે આવી અફવાઓ જોઈને માત્ર હસે છે. તેણે કટાક્ષમાં કહ્યું કે, "હું એવા લોકોનો આભાર (માનું છું જેઓ મફતમાં મારું પીઆર કરી રહ્યા છે. પરંતુ સત્ય એ નથી જે તમે સમજી રહ્યા છો. 14 ફેબ્રુઆરીએ શું થશે તે તમે જાતે જ જોઈ લેજો. જ્યારે તેના અંગત જીવન અને પ્રેમ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે તેને 'પર્સનલ સવાલ' ગણાવી ટાળી દીધો હતો. જોકે, તેણે ખાતરી આપી કે જ્યારે પણ તે લગ્ન કરશે, ત્યારે સૌથી પહેલું આમંત્રણ ભગવાન ગણેશ અને તેના દર્શકોને મોકલશે.

અગાઉ પણ જોડાયા છે અનેક નામ

આ પહેલીવાર નથી જ્યારે 'સીતા રામમ' ફેમ મૃણાલનું નામ કોઈ સેલેબ સાથે જોડાયું હોય. અગાઉ રેપર બાદશાહ, ક્રિકેટર શ્રેયસ અય્યર, સિદ્ધાંત ચતુર્વેદી અને અરજિત તનેજા સાથે પણ તેના અફેરની ચર્ચાઓ ઉડી હતી. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ મૃણાલે આ વાતોને માત્ર અફવા ગણાવી છે. લગ્નની ચર્ચાઓ વચ્ચે મૃણાલ અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘દો દીવાને શહેર મેં’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેમાં તે સિદ્ધાંત ચતુર્વેદી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ 20 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.



  • Follow us on: