સુપરસ્ટાર સલમાન ખાનનો લોકપ્રિય શો 'બિગ બોસ' તેની 19મી સીઝન સાથે ટીવી પર આવવા માટે તૈયાર છે. આ શો એક મહિના કરતાં પણ ઓછા સમયમાં શરૂ થશે. ત્યારે ફેન્સ પણ એ જાણવા માટે ઉત્સાહિત છે કે, આ શોમાં ક્યા સ્ટાર જોવા મળશે. હવે સમાચાર આવ્યા છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેતા ગુરચરણ સિંહને પ્રથમ સ્પર્ધકોમાંથી એક તરીકે ફાઇનલ કરવામાં આવ્યા છે.


તારક મહેતાના સ્ટારની બિગ બોસમાં એન્ટ્રી?

અહેવાલ મુજબ, તારક મહેતાના સોઢી એટલે કે ગુરચરણ સિંહ રિયાલિટી શો 'બિગ બોસ 19'ના ઘરમાં પ્રવેશવા માટે જઈ રહ્યા છે. જોકે, અત્યાર સુધી અભિનેતા કે શોના નિર્માતાઓએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. 'બિગ બોસ 19' ના સ્પર્ધકોની અંતિમ યાદી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

રોશન સિંહ સોઢી લોકપ્રિય પાત્ર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં ગુરુચરણ સિંહે રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ જ મસ્તીખોર વ્યક્તિ હતા અને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય ખચકાટ અનુભવતા નહોતા. ગુરુચરણ શોના લોકપ્રિય પાત્રોમાંનો એક હતો અને શરૂઆતના કલાકારોનો પણ ભાગ હતો. જોકે, ગુરુચરણ 2012માં શો છોડી ગયો હતો પરંતુ લોકોની માંગ પર બીજા જ વર્ષે પાછો ફર્યો હતો. 2020માં શો છોડ્યા પછી તેમની જગ્યાએ બલવિંદર સિંહ સુરીને લેવામાં આવ્યા હતા. ગયા વર્ષે ગુરચરણ સિંહ અનેક કારણોસર સમાચારમાં હતા. પહેલા તેમના ગુમ થવાના અહેવાલો આવ્યા હતા. ત્યાર બાદ તેમણે પોતાની આર્થિક મુશ્કેલીઓ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.


  • Follow us on: