આજે, 8 માર્ચ, વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે, સામાન્ય લોકોથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી, દરેક વ્યક્તિ મહિલાઓની શક્તિ અને યોગદાનને યાદ કરી રહી છે. ઘણા સ્ટાર્સે મહિલાઓને શુભેચ્છા પાઠવવા માટે સોશિયલ મીડિયા પર ખાસ ફોટા અને પોસ્ટ શેર કર્યા છે. 


હુમા કુરેશી

હુમા કુરેશીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઘણી તસવીરો શેર કરી અને લખ્યું, એ મહિલાને જેણે મારી વાર્તાઓને સ્ક્રીન પર આકાર આપ્યો, અને તેમાંથી મારા જીવનને પ્રેરણા આપી. મહિલા દિવસની શુભકામનાઓ.


પીઢ અભિનેતા અનુપમ ખેર

અનુપમ ખેરે મહિલા દિવસ નિમિત્તે ANIને જણાવ્યું હતું કે, મહિલા દિવસ પર વિશ્વની તમામ મહિલાઓને મારા હૃદયપૂર્વકના સલામ. હું ખરેખર માનું છું કે જેની પાસે બીજા જીવનને જન્મ આપવાની શક્તિ છે તે સૌથી મહાન છે. તે એક સ્ત્રી છે.


અભિનેતા અનુપમ ખેર કહે છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, વિશ્વની તમામ મહિલાઓને મારા હૃદયપૂર્વકના સલામ. હું ખરેખર માનું છું કે જેની પાસે બીજા જીવનને જન્મ આપવાની શક્તિ છે તે સૌથી મહાન છે, અને તે એક સ્ત્રી છે. આજે અને 365 દિવસ માટે તમને શુભકામનાઓ

ટ્વિંકલ ખન્નાએ

ટ્વિંકલ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. તેણે મહિલા દિવસ પર લખેલો એક લેખ પણ શેર કર્યો છે. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, મને કહો, તમે છેલ્લી વાર ક્યારે કહ્યું હતું કે તમારી માતા તમારા માટે કેટલી મહત્વની છે?


હેમા માલિનીએ

હેમા માલિનીએ મહિલા દિવસ પર મહિલાઓ માટે એક ખાસ સંદેશ શેર કર્યો. તેમણે લખ્યું કે દરેક સ્ત્રી પોતાની રીતે ખાસ અને અનોખી છે, પછી ભલે તે ગૃહિણી હોય, ઉદ્યોગસાહસિક હોય, કે પછી સફળ વ્યાવસાયિક હોય જે કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખે છે.


હેમા માલિનીએ બધી મહિલાઓને શુભેચ્છા પાઠવી અને તેમને વિનંતી કરી કે તેઓ ગમે ત્યાં હોય, તેમની ક્ષમતા અને શક્તિને ઓળખે. તેમણે એમ પણ કહ્યું કે દરેક સ્ત્રી ભગવાનની એક અનોખી રચના છે અને તેણે પોતાની શરતો પર જીવન જીવવાનું અને તેનો આનંદ માણવાનું શીખવું જોઈએ.

અજય દેવગણે સોશિયલ મીડિયા પર એક ખાસ ફોટો પણ પોસ્ટ કર્યો. તેણે પોતાના પરિવારની બધી મહિલાઓનો ફોટો શેર કર્યો અને લખ્યું, આ સિંહણ વિના આ સિંઘમ કંઈ નથી.

બાબિલ ખાન

બાબિલ ખાન ઇન્સ્ટાગ્રામ પર તેની માતાની તસવીર પણ શેર કરી અને લખ્યું, પહેલો શ્રેષ્ઠ મિત્ર, પહેલો સંપર્ક, પહેલી મહિલા જેણે આવનારી બધી મહિલાઓ માટે એક ઉદાહરણ બેસાડ્યું. મારી માતા. મારા માટે. મહિલા દિવસની શુભકામનાઓ.


કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાને પણ આ ખાસ પ્રસંગે એક પોસ્ટ શેર કરી. તેણે લખ્યું, દુનિયાની બધી મહિલાઓને, હું ફક્ત આટલું કહેવા માગુ છું, તમારા જીવનના દરેક દિવસે ક્યારેય પોતાને આ કહેવાનું ભૂલશો નહીં... હું તમારી પ્રિય છું...બધી મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ.

આ પણ વાંચો- હાર્દિક પંડ્યા અને મહિકા શર્માએ પહેર્યા એકબીજાના નામનું પેન્ડન્ટ, પ્રેમનો કર્યો ખાસ એકરાર!

  • Follow us on: