સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે સરકારે 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' હેઠળ એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને તેમના પતિ જેકી ભગનાનીને 'ફિટ ઇન્ડિયા કપલ' એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવ્યા બાદ બંનેએ ખુશી વ્યક્ત કરી અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.


યોગ દિવસ પર રકુલ પ્રીત સિંહે આપી પ્રતિક્રિયા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સરકાર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને તેમના પતિ જેકી ભગનાનીને 'ફિટ ઈન્ડિયા કપલ એવોર્ડ' આપવામાં આવ્યો હતો. આ સન્માન પર ખુશી વ્યક્ત કરતા રકુલ પ્રીતે જણાવ્યું હતું કે, યોગ દિવસ પર અમને આ એવોર્ડ મળ્યો તે અમારા માટે ગર્વની વાત છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો અમારી ફિટનેસ યાત્રાથી પ્રેરિત થાય અને તેમના જીવનમાં ફિટનેસ અપનાવે.

જેકી ભગનાની કહી વાત

આ પ્રસંગે જેકી ભગનાનીએ કહ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 'સન્ડે ઓન સાયકલ' જેવી સારી પહેલ કરી રહ્યા છે જે લોકોને સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવાનું ખૂબ સારું રહ્યું. જેકીએ એમ પણ કહ્યું હતું કે તેણે પોતે 75 કિલો વજન ઘટાડ્યું છે અગાઉ તેનું વજન 150 કિલો હતું.

રકુલ પ્રીત સિંહ વર્કફ્રન્ટ

રકુલ પ્રીત સિંહ એક જાણીતી અભિનેત્રી છે. તે છેલ્લે 'મેરે હસબન્ડ કી બીવી'માં જોવા મળી હતી જેમાં અર્જુન કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો કલેક્શન કરવામાં નિષ્ફળ ગઈ. અભિનેત્રીની આગામી ફિલ્મો 'ઇન્ડિયન 3' અને 'દે દે પ્યાર દે 2'માં જોવા મળશે.


  • Follow us on: