જાણીતી એક્ટ્રેસ યામી ગૌતમ અને ફિલ્મમેકર આદિત્ય ધર બોલીવુડના લોકપ્રિય કપલ્સમાંથી એક છે. તેમણે 2024 માં દીકરા વેદવિદનું સ્વાગત કર્યું હતું. બંનેની જોડીને ફેન્સ ખૂબ પસંદ કરે છે. હવે યામી અને આદિત્યને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ બંનેએ મુંબઈ છોડી દીધું છે અને હવે હિમાચલ પ્રદેશમાં સ્થાયી થઈ ગયા છે. યામી ગૌતમ અને આદિત્ય ધર મુંબઈ છોડીને કાયમ માટે હિમાચલ પ્રદેશ ચાલ્યા ગયા છે. બંનેએ મુંબઈની ભાગદોડ અને સતત લાઈમલાઈટથી દૂર એક શાંત જીવન જીવવાનો નિર્ણય કર્યો છે. જોકે કામના સંદર્ભમાં બંનેનું મુંબઈ આવવા-જવાનું ચાલુ રહેશે.
હિમાચલ પ્રદેશ કેમ ગઈ યામી ગૌતમ?
યામી ગૌતમ હિમાચલ પ્રદેશના રહેવાસી છે અને તેમનો પરિવાર પણ ત્યાં જ રહે છે. આ રાજ્ય તેમના માટે માત્ર ફરવા કે રજાઓ માણવાની જગ્યા નથી, પરંતુ તેની સાથે તેમનો જૂનો નાતો રહ્યો છે. લગ્ન પહેલાં જ યામીએ મંડીના ગોહરમાં લગભગ 100 વર્ષ જૂનું એક હેરિટેજ ઘર ખરીદ્યું હતું. આ ઘર 25 એકર જમીન પર બનેલું છે.

કપલે આ જ ઘરમાં કર્યા હતા લગ્ન
યામી અને આદિત્યે જૂન 2021 માં હિમાચલ પ્રદેશ સ્થિત પોતાના આ ઘરમાં જ લગ્ન કર્યા હતા. તેમનું આ ઘર લાકડા અને પથ્થરોથી બનેલું છે અને તેની આસપાસ ઘણી હરિયાળી છે. અહીં સફરજન, બટાકા, પ્લમ અને આદુ જેવી ખેતી પણ થાય છે. કહેવાય છે કે કપલે આ પ્રોપર્ટીને કોઈ મોટા સેલિબ્રિટી હાઉસમાં ફેરવવાને બદલે સાદી અને નેચરલ જ રાખી છે. બંનેને અહીંનું શાંત અને કુદરતી વાતાવરણ ગમે છે.
મુંબઈમાં ભાડાના ઘરમાં રહેતા હતા યામી-આદિત્ય
યામી અને આદિત્ય પોતાની પર્સનલ લાઈફને ખૂબ પ્રાઈવેટ રાખે છે. બંને મોટાભાગે ફિલ્મોના શૂટિંગ, પ્રમોશન કે કોઈ ખાસ ઈન્ડસ્ટ્રી ઈવેન્ટ દરમિયાન જ સાથે જોવા મળે છે. હિમાચલ જતાં પહેલાં યામી અને આદિત્ય મુંબઈના ખાર વેસ્ટ વિસ્તારમાં એક મોટા ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

નઈ નવેલીને લઈને ચર્ચામાં યામી ગૌતમ
બોલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમ આજકાલ પોતાની આગામી ફિલ્મ નઈ નવેલીને લઈને પણ ચર્ચામાં છે. બાલાજી મોહને આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જ્યારે આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા તેના પ્રોડ્યુસર્સ છે. ફિલ્મમાં યામી મોહિનીનો રોલ કરી રહી છે. આ વાર્તા મેરઠની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. નઈ નવેલી 16 ઓક્ટોબર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો-Bollywood History : 23 વર્ષમાં બની આ ફિલ્મ, રિલીઝ પહેલાં 2 એક્ટર્સ અને ડિરેક્ટરનું થયું હતું મોત!