નમિત મલ્હોત્રાની ફિલ્મ રામાયણ - પાર્ટ 1 સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને ખૂબ મોટા પાયે રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને તેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કોઈમોઈના અહેવાલ મુજબ, આ ફિલ્મ પહેલા દિવસે 100 કરોડ રૂપિયાનું નેટ ઓપનિંગ કરી શકે છે. જો આવું થશે તો યશ આ ફિલ્મ દ્વારા ઓપનિંગની હેટ્રિક લગાવશે.

શું યશ લગાવશે હેટ્રિક?

વર્ષ 2022માં આવેલી યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2એ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવ્યો હતો અને પહેલા જ દિવસે 116 કરોડ રૂપિયાનું ઓપનિંગ કર્યું હતું. આ વર્ષે રિલીઝ થયેલી યશની ફિલ્મ ટોક્સિકએ પહેલા દિવસે 101.1 કરોડ રૂપિયાનું ઓપનિંગ મેળવ્યું હતું. જોકે, આ ફિલ્મ પછી ફ્લોપ રહી હતી, પણ પહેલા દિવસે શાનદાર કમાણી કરી હતી. આમ યશની સતત 2 ફિલ્મોએ 100 કરોડ રૂપિયાથી વધુની ઓપનિંગ નોંધાવી છે. હવે જો રામાયણ પણ 100 કરોડની ઓપનિંગ કરશે તો યશના નામે આ મોટી હેટ્રિક નોંધાશે.

Yash Ramayana, Ranbir Kapoor  (1)

રામાયણના ભાગ અને રિલીઝ પ્લાન

રામાયણ ફિલ્મનું ડિરેક્શન નિતેશ તિવારી કરી રહ્યા છે. આ ફિલ્મ 2 ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ આ વર્ષે દિવાળીના તહેવાર પર રિલીઝ થઈ રહ્યો છે, જ્યારે બીજો ભાગ આવતા વર્ષે દિવાળીની આસપાસ રિલીઝ થવાની શક્યતા છે. જોકે, ફિલ્મ પાછળ ઠેલાવા અંગે પણ ચર્ચાઓ સામે આવી છે, જેમાં કેટલાક રિપોર્ટ્સ મુજબ બીજો ભાગ દિવાળી 2028માં આવી શકે છે. બીજા ભાગની ચોક્કસ તારીખ અંગે હજુ કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
https://www.instagram.com/reel/DehVmk5N6b9/?utm_source=ig_web_copy_link&obrf=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

ફિલ્મની સ્ટારકાસ્ટ અને મ્યુઝિક

ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં, સાંઈ પલ્લવી માતા સીતાના રોલમાં, રવિ દુબે લક્ષ્મણના રોલમાં અને યશ રાવણના રોલમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં વિવેક ઓબેરોય, રકુલ પ્રીત સિંહ, લારા દત્તા અને અરુણ ગોવિલ જેવા કલાકારો પણ સામેલ છે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીના રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર અને ગીતો સામે આવી ચૂક્યા છે. એ આર રહેમાને ફિલ્મનું મ્યુઝિક તૈયાર કર્યું છે અને ફિલ્મનું ગીત મંગલ રંગ અત્યારે ખૂબ ચર્ચામાં છે.

આ પણ વાંચો-Evergreen Song : લતા મંગેશકરનું 53 વર્ષ જૂનું ગીત, બોલીવુડનું સૌથી યાદગાર ગીત જેને ગાઈને પત્ની આપે છે પતિને ધમકી!