સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિકની પ્રશંસકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ પહેલા માર્ચમાં રિલીઝ થવાની હતી પરંતુ પોસ્ટપોન થઈ ગઈ હતી. હવે ફિલ્મની નવી ઓફિશિયલ રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. ફિલ્મ હવે ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે.


ટોક્સિકની નવી રિલીઝ ડેટ

ફાધર્સ ડે પર યશે ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ કરતા લખ્યું- ટોક્સિક 26 ઓગસ્ટ 2026 ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ ડેટ ખૂબ વિચારી સમજીને પસંદ કરવામાં આવી છે. 26 ઓગસ્ટની આસપાસ પૂરો ફેસ્ટિવલનો માહોલ છે. વરહમહાલક્ષ્મી, ઓણમ અને રક્ષાબંધન જેવા તહેવારોનો ફિલ્મને ભરપૂર ફાયદો મળશે.

શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાથે થશે ક્લેશ

ટોક્સિકનો શ્રદ્ધા કપૂરની ફિલ્મ ઈથા સાથે ક્લેશ થશે. ઈથા ટોક્સિકની રિલીઝના બે દિવસ પછી 28 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મ રક્ષાબંધનના દિવસે રિલીઝ થવાની છે. ફેસ્ટિવ મોડનો ફિલ્મને ફાયદો મળવાની આશાઓ છે. જો કે, ટોક્સિક સાથે ક્લેશ ઈથા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ઈથાનું ટીઝર ઓનલાઇન લીક થઈ ગયું છે, પ્રશંસકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. જોવું રહ્યું કે ટોક્સિક અને ઈથામાંથી કઈ ફિલ્મ ધમાકો કરે છે.


વારંવાર બદલાઈ હતી ફિલ્મની રિલીઝ ડેટ

પહેલા આ ફિલ્મનો રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 સાથે ક્લેશ થવાનો હતો. ફિલ્મ 19 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ મિડલ ઈસ્ટના તણાવના કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી હતી. આ પછી ફિલ્મને 4 જૂને રિલીઝ કરવાની હતી, પરંતુ ફરી ફિલ્મની રિલીઝ ડેટને આગળ વધારવામાં આવી. હવે ફિલ્મ ફાઇનલી ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. ફિલ્મને ગીતુ મોહનદાસે બનાવી છે. આ ફિલ્મમાં યશ સિવાય તારા સુતારિયા, રુક્મિણી વસંત, કિયારા અડવાણી, નયનતારા જેવા સ્ટાર્સ છે. પ્રશંસકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો-32 વર્ષ જૂની આ રોમેન્ટિક ફિલ્મનો OTT પર દબદબો, માત્ર 6 કરોડમાં કમાવ્યો હતો 2033.33% નફો

  • Follow us on: