- એક ફેમસ ટીવી એક્ટ્રેસને વિદેશમાં શૂટિંગ દરમિયાન પેનિક એટેક આવ્યો
- આ દરમિયાન એક્ટ્રેસને શ્વાસ લેવામાં તકલીફ થતી રહી
- ડરના કારણે મદદ માટે પૂછતી રહી
એક ફેમસ ટીવી એક્ટ્રેસે હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે તેની સાથે બનેલી એક ઘટના વિશે જણાવ્યું, જેના વિશે જાણીને ફેન્સ હેરાન થઈ જશે. એક પોપ્યુલર એક્ટ્રેસને શૂટિંગ દરમિયાન પેનિક એટેક આવ્યો હતો. આ એક્ટ્રેસ 'નઝર' ફેમ નિયતી ફતનાની છે. નિયતિએ પોતે તેની સ્થિતિ વિશે જણાવ્યું છે.
રોહિત શેટ્ટીના શોમાં એક્ટ્રેસને આવ્યો પેનિક એટેક
હાલમાં જ એક્ટ્રેસ 'ખતરો કે ખિલાડી સીઝન 14'નું શૂટિંગ કરીને પરત ફરી છે. આ વર્ષે નિયતિ ફતનાનીએ પણ રોહિત શેટ્ટીના સેલિબ્રિટી આધારિત સ્ટંટ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો અને સ્ટંટ કરતી વખતે તે એટલી નર્વસ થઈ ગઈ હતી કે સ્ટંટની વચ્ચે જ તેને પેનિક એટેક આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, જ્યારે તેની સાથે આ અકસ્માત થયો ત્યારે એક્ટ્રેસ વોટર સ્ટંટ કરી રહી હતી. હાલમાં તેણે ખુલાસો કર્યો છે કે તે સમયે શું થયું હતું અને તે કેવું અનુભવી રહી હતી?
વોટર સ્ટંટ કરતી વખતે એક્ટ્રેસ ડરી ગઈ
નિયતિ ફતનાનીએ જણાવ્યું કે તેને તરતા આવડતું નથી, અને જ્યારે તેને પાણીમાં સ્ટંટ કરવા પડતા હતા ત્યારે તે ખૂબ જ નર્વસ હતી. એક્ટ્રેસે પોતે સ્વીકાર્યું છે કે તે સ્ટંટ કરતી વખતે ખૂબ ડરી ગઈ હતી અને આ જ કારણ હતું કે તેને પેનિક એટેક આવ્યો હતો. પાણીમાં ડૂબી જતાં, તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને સ્ટંટ શરૂ થાય તે પહેલાં જ તેને પેનિક એટેક આવ્યો હતો. નિયતિએ એ પણ ખુલાસો કર્યો છે કે તેની સાથે આ પહેલા ક્યારેય આવું બન્યું ન હતું.
https://www.instagram.com/p/C9QF0LwSlm3/?utm_source=ig_embed&ig_rid=e975900b-2e27-43c7-870a-f5ff4c62170d
નિયતિને પહેલીવાર થયો પેનિક એટેકનો અનુભવ
એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેને પહેલીવાર ખબર પડી કે પેનિક એટેક શું હોય છે? આ શું છે? તમે શ્વાસ લઈ શકતા નથી. નિયતિ ફતનાનીએ કહ્યું કે તે સ્ટંટમેનને તેનાથી દૂર જવા દેતી નથી. સ્ટંટમેન એક્ટ્રેસને નિશાન સુધી પડોંચાડવા આવ્યો હતો પરંતુ એક્ટ્રેસે તેને પકડી રાખ્યો હતો અને જવા દીધો ન હતો. તે માત્ર મદદ, મદદની બૂમો પાડતી રહી. આ સિવાય તેણે આ શોમાં બીજી ઘણી બાબતોનો અનુભવ કર્યો છે. પ્રાણીઓ સાથે સ્ટંટ કરતી વખતે તેને ઘણી ફોલ્લીઓ પણ થઈ છે.