• છેલ્લા કેટલાક દિવસોથી ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાના સમાચારો ચર્ચામાં
  • ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને એપ્રિલ 2007માં લગ્ન કર્યા હતા
  • ઐશ્વર્યા રાયે બોલિવૂડના બે મોટા કલાકારોને ડેટ કર્યા હતા

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઐશ્વર્યા, અભિષેક અને બચ્ચન પરિવાર સાથે સારું નથી ચાલી રહ્યું. ઐશ્વર્યા ઘણીવાર દીકરી આરાધ્યા બચ્ચન સાથે ઈવેન્ટ્સમાં એકલી જોવા મળે છે.

કપલે એપ્રિલ 2007માં લગ્ન કર્યા હતા

ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે શું ચાલી રહ્યું છે? શું ખરેખર અભિષેક અને ઐશ્વર્યા છૂટાછેડા લેવાના છે? તેનું સત્ય આવનારા સમયમાં ખબર પડશે. એક સમયે અભિષેક અને ઐશ્વર્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી શ્રેષ્ઠ કપલ માનવામાં આવતું હતું. ચાહકો પણ આ બંનેને આઈડલ કપલ માને છે. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ એપ્રિલ 2007માં લગ્ન કર્યા હતા.

બોલિવૂડના બે મોટા કલાકારોને ડેટ કર્યા

અભિષેકના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારતા પહેલા ઐશ્વર્યા રાયે બોલિવૂડના બે મોટા કલાકારોને ડેટ કર્યા હતા. જો બધું બરાબર ચાલ્યું હોત તો ઐશ્વર્યા બચ્ચન પરિવારની વહુ ન હોત. 2000માં આવેલી ફિલ્મ 'ઢાઈ અક્ષર પ્રેમ કે'માં અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાયે પહેલીવાર સાથે કામ કર્યું હતું. ત્યારબાદ ઐશ્વર્યા સલમાન સાથે રિલેશનશિપમાં હતી. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની લવ સ્ટોરી 'ધૂમ 2'ના સેટથી શરૂ થઈ હતી. આ પછી બંનેએ ઉમરાવ જાનમાં સાથે કામ કર્યું હતું. અભિષેકે ફિલ્મ 'જોધા અકબર'ના સેટ પર ઐશ્વર્યાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને પછી સાત ફેરા લીધા.

 ઐશ્વર્યા વિવેક ઓબેરોય ડેટ કરતી હતી

અભિષેક બચ્ચન પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન વિવેક ઓબેરોયને ડેટ કરતી હતી. ઐશ્વર્યાએ વર્ષ 2004માં આવેલી 'કયું! હો ગયા ના'માં કામ કર્યું. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની નિકટતા વધી હતી. પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચનના એક્સ બોયફ્રેન્ડ સલમાનને આ પસંદ નહોતું.

એક ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો 

વિવેક ઓબેરોયે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે સલમાન ખાન સાથેના સંઘર્ષને કારણે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મળી શક્યું નથી. જો સલમાન ઐશ્વર્યા અને વિવેકની વચ્ચે ન આવ્યો હોત અને તેમની વચ્ચે બધુ બરાબર થઈ ગયું હોત તો ઐશ્વર્યા ઓબેરોય પરિવારની વહુ હોત. 90ના દાયકામાં ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનની લવસ્ટોરીની ખૂબ ચર્ચા થઈ હતી. 1999માં રીલિઝ થયેલી 'હમ દિલ દે ચૂકે સનમ'થી બંને એક બીજાની નજીક આવ્યા હતા. બંને પ્રેમમાં પડ્યા. પરંતુ ટૂંક સમયમાં જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા.

બ્રેકપની ખૂબ ચર્ચા થઈ

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના બ્રેકપની પણ ખૂબ ચર્ચા થઈ હતી. એક દિવસ સલમાન દારૂ પીને તેના ઘરે ગયો હતો. તેની સાથે લગ્ન કરવા કહ્યું. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. એક અહેવાલ મુજબ, સલમાને ઐશ્વર્યાનું માનસિક શોષણ કર્યું હતું. સલમાન નશામાં હતો. આ પછી બંનેએ ન તો સાથે કામ કર્યું અને ન તો કોઈ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા.

  • Follow us on: