- ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ વચ્ચે યુદ્ધ
- બોલિવુડ અભિનેત્રી નુસરત પણ ફસાઇ ઇઝરાયલમાં
- અભિનેત્રી નુસરત ભરૂચાની ટીમ બની એકદમ ચિંતીત
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. નુસરત ભરૂચા હાલમાં જ ઈઝરાયેલ પહોંચી હતી. અહીં તે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં નુસરત ભરૂચાની ફિલ્મ અકેલી દર્શાવવામાં આવી હતી. પરંતુ તણાવના આ વાતાવરણ વચ્ચે નુસરત ભરૂચાની ટીમ એકદમ ચિંતિત બની ગઈ છે.
નુસરતની ટીમ છેલ્લા દિવસથી તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ અમે હજુ સુધી અભિનેત્રી સાથે વાત કરી શક્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની ટીમના એક સભ્યએ કહ્યું છે કે, “નુસરત કમનસીબે ઈઝરાયેલમાં અટવાઈ ગઈ છે. અભિનેત્રી ત્યાં હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી. અભિનેત્રીની ટીમનું કહેવું છે કે નુસરતનો ગઈ કાલે બપોરે 12.30 વાગ્યે છેલ્લે સંપર્ક થયો હતો. તે દરમિયાન તે ભોંયરામાં હતી અને સંપૂર્ણપણે સુરક્ષિત હતી.
https://www.instagram.com/p/Cx76Yj0N4fj/?hl=en
ટીમ આગળ કહે છે કે ગઈ કાલથી લઈને આજ સુધી તેમનો ફરી સંપર્ક થયો નથી. તેની આખી ટીમ નુસરતને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તે જલ્દીથી સુરક્ષિત રીતે ભારત પરત ફરે. જો કે આ સમાચાર સામે આવ્યા બાદ નુસરતના ફેન્સ થોડા ચિંતિત થઈ ગયા છે. કારણ કે પેલેસ્ટાઈનના કબજા હેઠળના સંગઠને શનિવારે 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. જેમાં અનેક લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
જો આપણે નુસરત ભરૂચાની ફિલ્મ અકેલીની વાત કરીએ તો તે ઓગસ્ટ મહિનામાં રિલીઝ થઈ હતી. ફિલ્મની વાર્તા કહીએ તો ઈરાકના ગૃહયુદ્ધ વચ્ચે એક મહિલા અજાણી જગ્યાએ ફસાઈ જાય છે. વાર્તામાં, યુદ્ધના વાતાવરણ વચ્ચે, એક મહિલા તેના ઘરે પાછા ફરવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે.