બંગાળી અભિનેત્રી નુસરત જહાં ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તેના લગ્ન જીવનમાં બધુ ઠીક ન હોવાના એંધાણ સર્જાયા છે. નુસરત જહાં બંગાળી અભિનેત્રી અને ટીએમસીની સાંસદ છે. તેણે અગાઉ હિન્દુ યુવક અને કલકત્તાના વેપારી નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં અણબનાવ થતા તે અલગ થઇ ગયા હતા. અને નુસરત જહાંએ બંગાળી અભિનેતા યશદાસ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા.


બીજા લગ્નમાં પણ તિરાડ

અભિનેત્રીના બીજા લગ્નમાં પણ તિરાડ પડી છે. અભિનેત્રી નુસરત જહાંના બીજા લગ્ન તૂટવાની અણી પર છે. તેના પતિ યશદાસ ગુપ્તાએ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધી છે. નુસરત અને યશનું પાંચ વર્ષનું લગ્ન જીવન અંત તરફ આગળ વધી રહ્યુ છે. કારણ છે યશના જીવનમાં તેની પૂર્વ પ્રેમિકાનું આવવું. ભૂતપૂર્વ સંબંધ ફરી તાજા થતા યશ અને નુસરત એકબીજાથી અલગ થવાના નિર્ણયને સ્વીકારી રહ્યા છે.

નિખિલ જૈન સાથે છૂટાછેડા

નુસરત જહાંએ અગાઉ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન હિન્દુ-મુસ્લિમ વિધિથી થયા હતા. તેમના લગ્ન તુર્કીયેમાં થયા હતા. અને ચર્ચાનો વિષય બન્યા હતા. લગ્ન બાદ નુસરતે હિન્દુ નામ અને ધર્મ સ્વીકાર્યો હતો. જેને લઇને મૌલવીએ તેમનો ખૂબ વિરોધ કર્યો હતો. આ વિરોધની વચ્ચે પણ નુસરત તમામ હિન્દુ પૂજા-વિધીમાં ભાગ લેતી હતી. પરંતુ બાદમાં તેની ગર્ભવતી હોવાના સમાચાર સાથે તેણે નિખિલ સાથે છેડો ફાડ્યો હતો. અને તેના બાળકનો પિતા યશ હોવાનું જણાવ્યુ હતુ. 

  • Follow us on: