• જેલરે પહેલા જ દિવસે કરી 43 કરોડથી વધુની કમાણી

  • એકલા તમિલનાડુમાં કરી 29.46 કરોડની કમાણી
  • ટોપ ઓપનર બની કરી 95.75 કરોડની વર્લ્ડવાઈડ કમાણી

રજનીકાંત હોય અને મૂવીમાં મોજ ન પડે એવું તો ન જ બને. રજનીકાંતની ફિલ્મ જેલરે આવતાની સાથે જ ધમાકેદાર કમાણી કરવાનું શરૂ કરી દીધું છે. ફિલ્મના પહેલા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે. રજનીકાંતની મૂવીએ પહેલા જ દિવસે તગડી કમાણી કરી છે. થલાઈવાની ફિલ્મનુ પહેલા દિવસનું કલેક્શન 43 કરોડથી વધુ રહ્યું છે.


જેલરે તોડયા અનેક રેકોર્ડ

2 વર્ષ પછી બિગ સ્ક્રીન પર પાછા ફરી રહેલા રજનીકાંત પાસેથી આવી જ એક ઐતિહાસિક ઓપનિંગની આશા હતી. જેલરે વર્લ્ડવાઈડ માર્કેટમાં પણ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને ફિલ્મના વર્લ્ડવાઈડ આંકડા શેર કર્યા છે. મૂવીએ 95.75 કરોડની કમાણી કરી છે. જેલર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ કમાણીનો રેકોર્ડ બનાવી રહી છે. મૂવીએ માત્ર તમિલનાડુમાં 29.46 કરોડની કમાણી કરી છે. જેલર કોલીવુડની ટોપ 3 ઓપનર ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. રજનીકાંતણો જાદુ ફેન્સના માથે ચઢીને પોકારી રહ્યો છે. જેલર તમિલનાડુમાં 2023ની બિગેસ્ટ ઓપનર ફિલ્મ બની ગઈ છે.


ફેન્સ પર ચઢ્યો રજનીકાંત ફીવર

ફિલ્મ જેલરને નેલ્સન દિલીપ કુમારે ડાયરેક્ટ કરી છે. તેમાં રજનીકાંત ઉપરાંત મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ, કન્નડ સુપરસ્ટાર શિવા રાજકુમારે કેમિયો કર્યો છે. જેકી શ્રોફ, રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા અને વિનાયકન પણ લીડ રોલમાં જોવા મળ્યા છે. જેલરનુ મ્યુઝિક અનિરુદ્ધ રવિચંદ્રએ આપ્યું છે. જેલર્ન ગીતો Kaavaalaa અને હુકુમ ચાર્ટ બસ્ટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. મૂવીએ ફેન્સને મોટી ટ્રીટ આપી છે. ફિલ્મને ક્રિટિક્સ અને પબ્લિક બંનેએ શાનદાર રિસ્પોન્સ આપ્યો છે. રજનીકાંતની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહોતી કરી શકી. એવામાં કહેવું ખોટું નહિ હોય કે જેલરે થલાઈવાના કેરિયર માટે સંજીવની બનીને આવી છે.


થિયેટરોમાં શુક્રવારે 3 મોટી ફિલ્મો વચ્ચે ક્લેશ જોવા મળ્યો છે. જેલરની રીલીઝના આગલા દિવસે જ ગદર-2 અને OMG-2 રીલીઝ થઈ છે. ત્રણ મોટી ફિલ્મોના ક્લેશમાં જેલર હાલ તો બાજી મારતી જોવા મળી રહી છે. ગદર-2એન પબ્લિક તરફથી નેગેટિવ રિવ્યૂ મળી રહ્યા છે. તો, OMG-2ને જનતા તરફથી પોઝિટિવ રિવ્યૂ મળી રહ્યા છે. જેલર તો બોક્સ ઓફિસની જંગ જીટી ગઈ છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે OMG-2 અને ગદર-2ના ક્લેશમાં કઈ ફિલ્મ બાજી મારે છે.


  • Follow us on: