સિંગર સોનુ નિગમ પોતાના કોન્સર્ટના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેના કોન્સર્ટ દરમિયાન લોકો કાબૂ બહાર ગયા હતા. તેઓએ સોનુ નિગમ પર પથ્થરો અને બોટલો ફેંકી હતી. સોનુ નિગમે પણ આ અંગે પ્રતિક્રિયા આપી અને લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો.
સોનુ નિગમે રવિવારે દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના એન્જીફેસ્ટમાં પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન ભીડે પથ્થરો અને બોટલો ફેંકી હતી. આ જોઈને સોનુ નિગમે પર્ફોર્મન્સ અધવચ્ચે જ બંધ કરી દીધું અને દર્શકોને આ પ્રકારનું વર્તન ન કરવાની વિનંતી કરી. શોમાં જ્યારે કોઈએ હેરબેન્ડ ફેંક્યો તો સોનુએ તેના માથા પર લગાવ્યો. સોનુએ લોકોને શાંત પાડવાનો પૂરો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે મામલો વણસ્યો તો તેણે લોકોને વિનંતી કરી.










