- કપલ માલદીવ્સ કે ગ્રીસમાં પ્લાન કરી શકે છે હનીમૂન
- પરિણીતિ અને રાઘવની પસંદગી એકસમાન
- સગાઈમાં કપલ એકમેકમાં ખોવાયેલું મળ્યું જોવા
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાએ 13 મેના રોજ આમ આદમી પાર્ટીના નેતા રાધવ ચઢ્ઢા સાથે દિલ્હીમાં ઈન્ટીમેટ ફંક્શનમાં કપૂરથલા હાઉસમાં સગાઈ કરી. આ કપલના સગાઈના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કહેવાઈ રહ્યું છે કે પરિણીતિ અને રાઘવ આ વર્ષના અંતમાં લગ્ન કરી શકે છે. આ સાથે આ જોડીના હનીમૂન પ્લાનને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે. તો જાણો પરિણીતિ અને રાઘવ હનીમૂન માટે ક્યાં જશે.
શું છે કપલનો પ્લાન
બોલિવૂડ સેલેબ્સ લગ્નથી લઈને હનીમૂન ડેસ્ટિનેશનને માટે ચર્ચામાં રહે છે. હાલમાં પરિણીતિ અને પોલિટિશિયન રાઘવ ચઢ્ઢા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ જોડીના હનીમૂનને લઈને પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. જો કે આ માટે કોઈ ખાસ કન્ફર્મેશન આવ્યું નથી પણ થોડી હિંટ મળી રહી છે. આ કપલ હનીમૂન પર ક્યાં જશે તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર કપલ ગ્રીસ કે માલદીવ્સમાં હનીમૂન માટે જઈ શકે છે. આ બંને જગ્યાઓ સુંદર છે. હવે જોવાનું એ રહ્યું કે કપલ કઈ જગ્યા પસંદ કરી રહ્યું છે.

પરિણીતિ- રાઘવની જોડી છે પરફેક્ટ
પરિણીતિ અને રાઘવની પસંદની વાત કરીએ તો બંનેની ચોઈસ ઘણી મળતી આવે છે. બંનેએ એક જ યૂનિવર્સિટીથી અભ્યાસ પણ કર્યો છે અને પ્રોફાઈલમાં પણ બંને સિકંદર છે. બંને એકમેકની સાથે સુંદર લાગે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પરિણીતિ અને રાઘવની સગાઈના વીડિયો પણ વાયરલ થયા છે.વીડિયોમાં બંને એકમેકમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. એટલું નહીં જ્યારે એક્ટ્રેસે રાઘવ માટે ગીત ગાયું તો પોલિટિશિયને પોતાનો લેડી લવ પરિણીતિને કિસ કરીને પોતાનો પ્રેમ દેખાડ્યો. એવામાં ફેન્સ પણ આ જોડીથી ખુશ છે.
પરિણીતિ અને રાઘવે રિલેશનશીપ પર કાયમ રાખ્યું મૌન
ઉલ્લેખનીય છે કે પરિણીતિ અને રાઘવ મુંબઈમાં સતત 2 દિવસ લંચ અને ડિનર માટે સ્પોટ થયા હતા. આ પછી તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ. કપલે આ માટે મૌન રાખ્યું, બંને સતત ક્યારેક એરપોર્ટ પર તો ક્યારેક આઈપીએલ મેચ જોતા સ્પોટ થયા. ફાઈનલી તમામ અટકળોની વચ્ચે કપલે સગાઈ કરીને સત્યને જાહેર કર્યું અને હવે તેઓ જલ્દી લગ્ન પણ કરશે.