• નવરાજ હંસે સંગીત સેરેમનીમાં આપ્યું પરફોર્મન્સ
  • ગાયકે ફોટો શેર કર્યા બાદ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી ડિલિટ
  • શિમરી લહેંગામાં પરિણીતી અને બ્લેડ ટક્સીડોમાં રાઘવ લાગ્યા ખાસ

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આજે એકબીજા સાથે લગ્ન કરશે. બંને આજે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. લગ્ન પહેલા, દંપતીએ હલ્દી, મહેંદી અને સંગીત ફંક્શન કર્યું હતું. વર-કન્યાનો લુક જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની રાહ પૂરી થઈ ગઈ છે.

પંજાબી ગાયક નવરાજ હંસે સંગીત સેરેમનીમાં પોતાના પરફોર્મન્સથી સભાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે ગાયકે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની બે તસવીરો શેર કરીને તેમની ઝલક બતાવી છે. તસવીરોમાં પરિણીતી અને રાઘવની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. જોકે, બાદમાં નવરાજે તેના ઈન્સ્ટાગ્રામ પરથી આ તસવીરો ડિલીટ કરી દીધી હતી.


પરિણીતી શમરી લહેંગામાં સુંદર લાગી રહી હતી, રાઘવનો લૂક પણ રહ્યો ખાસ

પરિણીતી ચોપરાએ તેની સંગીત સેરેમની માટે ડિઝાઈનર સિલ્વર શિમરી લહેંગા પહેર્યો હતો. આ સાથે અભિનેત્રીએ મેચિંગ જ્વેલરી અને બંગડીઓ પણ જોડી હતી. પરિણીતી ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરિણીતિનો ભાવિ પતિ રાઘવ ચઢ્ઢા પણ કોઈથી ઓછો દેખાતો નહોતો. બ્લેક ટક્સીડો સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહી હતી.


તસવીરોમાં પરિણીતીના હાથ પર રાઘવના નામની મહેંદી જોવા મળી રહી છે

તસવીરોમાં પરિણીતી ચોપરાના હાથ પર રાઘવના નામની મહેંદી પણ દેખાઈ રહી છે. પરિણીતીએ તેના લગ્ન માટે ખૂબ જ સરળ મહેંદી ડિઝાઇન પસંદ કરી છે. જોકે, તસવીરોમાં તેની મહેંદીનો રંગ એકદમ ડાર્ક દેખાય છે. જો કે હવે સિંગર નવરાજ હંસે આ ફોટા ડિલીટ કરી દીધા છે.

એક વીડિયો પણ આવ્યો સામે

ઉપર જે વીડિયો છે તેમાં પંજાબના સીએમ ભગવંત માન પણ જોવા મળે છે. આ સાથે જ કપલના વેડિંગ પહેલાની સંગીત સેરેમની પણ માણી શકાય છે. તમામ મહેમાનો નવરાજ હંસના સંગીત પર ડાન્સ કરી રહ્યા છે. 


  • Follow us on: