• PMએ સ્વસ્તિ મેહુલના ભજનના વખાણ કર્યા
  • PM તરફથી પ્રશંસા મળ્યા બાદ સ્વસ્તી પણ ખુશ
  • ભજનથી આંખો આંસુઓથી અને મન લાગણીઓથી ભરાય જાય: PM મોદી

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. આ દરમિયાન હવે પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (ટ્વિટર) પર ગાયક સ્વસ્તિ મેહુલનું રામ ભજન શેર કર્યું છે અને તેની પ્રશંસા કરી છે. PM તરફથી પ્રશંસા મળ્યા બાદ સ્વસ્તી પણ ખુશ છે.



PMએ સ્વસ્તિ મેહુલના ભજનના વખાણ કર્યા

પીએમ મોદીએ પોસ્ટ કર્યું હતું કે, સ્વસ્તી જીનું આ ભજન એકવાર સાંભળી લઈએ તો લાંબો સમય કાનમાં ગુજતું રહે છે. આંખો આંસુઓથી અને મન લાગણીઓથી ભરાય જાય છે. આ પોસ્ટની સાથે તેણે આ ભક્તિમય રામ ભજનની લિંક પણ શેર કરી છે તેથી દરેક લોકો સ્વસ્તીના આ ભજનને સાંભળી શકે અને ભજનને ઘણો પ્રેમ મળી રહ્યો છે.

PM જુબીન નૌટિયાલના ગીતોના પણ ચાહક હતા

અગાઉ જુબિન નૌટિયાલનું 'મેરે ઘર રામ આયે હૈં' ભજન શેર કરતી વખતે પીએમ મોદીએ લખ્યું હતું કે, 'ભગવાન શ્રી રામના અભિષેકના અવસર પર અયોધ્યાની સાથે આખો દેશ રામની ઉજવણી કરી રહ્યો છે. રામ લાલાની ભક્તિથી ભરપૂર જુબીન નૌટિયાલ જી, પાયલ દેવ જી અને મનોજ મુન્તાશીર જીનું આ સ્વાગત ભજન હૃદય સ્પર્શી છે.


  • Follow us on: