હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 15 જુલાઈના રોજ તેમના લગ્ન સંબંધોનો અંત લાવ્યો હતો. જે બાદ બંને અલગ રહેવા લાગ્યા હતા. હવે સાઉથના એક્ટરે તેના લગ્ન જીવનમાંથી છૂટાછેડા લઈ લીધા છે. તમને જણાવી દઈએ કે સાઉથ એક્ટર જયમ રવિએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું છે અને તેના ફેન્સને જાણ કરી છે કે તેણે છૂટાછેડા લીધા છે. પોન્નીયિન સેલ્વન એક્ટરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લાંબું પોસ્ટર શેર કર્યું છે, જેને જોઈને ફેન્સ હેરાન થઈ ગયા છે.
15 વર્ષના સંબંધનો આવ્યો અંત
પોન્નીયિન સેલ્વન એક્ટરે 15 વર્ષ પછી તેની પત્ની આરતીને છૂટાછેડા આપી દીધા છે. તમને જણાવી દઈએ કે એક્ટરે પોતાના 15 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યો હતો. તેના એક્સ એકાઉન્ટ પર જયમ રવિએ બે તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેને જણાવ્યું છે કે તેને અને તેની પૂર્વ પત્ની આરતીએ પરસ્પર સંમતિથી તેમના લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ કપલે 2009માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને બે પુત્રો આરવ અને અયાન છે. આરતી ફેમસ ટેલિવિઝન મેકર સુજાતા વિજયકુમારની પુત્રી છે.
બંનેની પરસ્પર સંમતિથી લેવામાં આવ્યો નિર્ણય
સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતી વખતે, એક્ટરે કહ્યું કે આ નિર્ણય તેના અને તેની પૂર્વ પત્ની માટે મુશ્કેલ હતો, પરંતુ બંનેએ આ નિર્ણય પરસ્પર સંમતિ અને કાળજીપૂર્વક વિચારીને લીધો છે. એક્ટરે હજુ સુધી આ પાછળનું કારણ જાહેર કર્યું નથી. એક્ટરે એમ પણ કહ્યું કે આ નિર્ણય તેની સાથે સંકળાયેલા લોકો માટે કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી લેવામાં આવ્યો છે. આને ધ્યાનમાં રાખીને, હું તમને બધાને વિનંતી કરું છું કે આ મુશ્કેલ સમયમાં અમારી અને અમારા પરિવારના સભ્યોની પ્રાઈવસીનું સન્માન કરો અને તમે બધાને અપીલ કરો કે આ મામલે કોઈ પણ પ્રકારની ધારણા, અફવાઓ અથવા આક્ષેપો કરવાનું ટાળો અને આ બાબતને ખાનગી રહેવા દો." આ સમાચાર સાંભળ્યા પછી ફેન્સ ખૂબ જ નિરાશ થઈ રહ્યા છે.