• 32 વર્ષની પૂનમ પાંડેના નિધનથી ફેન્સમાં શોક
  • લાસ્ટ ઈન્સ્ટાપોસ્ટના વીડિયોમાં ગોવામાં ક્રૂઝ પર જોવા મળી હતી એક્ટ્રેસ
  • વ્હાઈટ સિઝલિંગ ટોપમાં બોડીગાર્ડ સાથે જોવા મળી હતી પૂનમ પાંડે

32 વર્ષની મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેનું નિધન ઈન્ડસ્ટ્રી માટે મોટા સમાચાર છે. પૂનમના નિધનને લઈને દરેકના મનમાં સવાલો થઈ રહ્યા છે. એવામાં એક્ટ્રેસની લાસ્ટ ઈન્સ્ટાપોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. પૂનમ પાંડેનો આખરી એક વીડિયો છે. જેમાં એકટ્રેસ ક્રૂઝ પર જોવા મળી રહી હતી. પૂનમ પાંડે વીડિયોમાં વ્હાઈટ કલરના સિઝલિંગ ટોપ પહેરીને બોડીગાર્ડ સાથે જોવા મળી હતી.

3 દિવસ પહેલા ગોવામાં હતી પૂનમ પાંડે

[[$googlead]]

પૂનમ પાંડેના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નિધનના સમાચાર પહેલા એક વીડિયો પોસ્ટ કરાયો હતો. આ વીડિયો 3 દિવસ પહેલાનો હતો. તેમાં મોડલ અને એક્ટર પૂનમ પાંડેનો સિઝલિંગ લૂક ક્રૂઝ પર જોવા મળ્યો છે. એક્ટ્રેસે પોસ્ટમાં હેશટેગમાં જણાવ્યું હતું કે તે ગોવામાં છે. ગોવાના વીડિયો પહેલા પૂનમ પાંડેના કેટલાક ફોટો પણ છે. જેમાં તે ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે. ફોટોની સાથે પૂનમે કેપ્શનમાં લખ્યું- પોતાની પસંદના કપડા અને કબાટની અવ્યવસ્થાની વચ્ચે ફસાયેલી છું. આ સ્ટ્રગલ રીયલ છે. પૂનમ પાંડેની આખરી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સને એક્ટ્રેસના નિધનને સાચું માનવા તૈયાર નથી.

[[$alsoread]]

પૂનમ પાંડેનું વર્કફ્રન્ટ

પૂનમ પાંડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસે 2013માં 'નશા' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ વખતે છેલ્લી વાર 'દ જર્ની ઓફ કર્મા' મૂવીમાં તે જોવા મળી હતી. એસ્ટ્રેસે 'ખતરો કે ખિલાડી સીઝન 13' અને કંગના રનૌતના રિયાલિટી શો 'લોકઅપ'માં પણ ભાગ લીધો હતો.  

  • Follow us on: