ટીવી સિરિયલ 'યે રિશ્તા કયા કહેલાતા હૈ'થી લોકપ્રિય બનેલ અભિનેત્રી હિના ખાન ફરી એકવાર ચર્ચામાં છે. હિના ખાને પોાતના અભિનયથી ફક્ત ભારતીયો જ નહીં પરંતુ વિદેશી લોકોનું પણ દિલ જીત્યું છે.હાલમાં તેને એક મહત્વની જવાબદારી મળી તે સાબિત કરે છે કે હિના ખાનની લોકપ્રિયતા વિદેશમાં પણ વધી છે. ગંભીર બીમારી કેન્સરને લડત આપનાર અભિનેત્રી હિના ખાનને કોરિયા તરફથી એક ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. પોતાના મળેલ આ સિદ્ધિને લઈને હિના ખાને ખુશી વ્યક્ત કરી છે. પોતાના ચાહકો સાથે આ ખાસ વાત શેર કરતા એક તસીવર પોસ્ટ કરી જેમાં લખ્યું હતું કે મારા માટે આ ગર્વની વાત છે.


ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર

અભિનેત્રી હિના ખાને ટીવી ઇન્ડસ્ટ્રી અને બાદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી આજે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હિના ખાનના ચાહકો માટે વધુ સારા સમાચાર આવ્યા છે.અભિનેત્રી હિના ખાન ફરી એકવાર અત્યારે ચર્ચામાં છે. હંમેશા ચાહકોને પોતાના જીવન સાથે જોડાયેલી દરેક અપડેટ આપતી આ અભિનેત્રીએ આ વખતે પોતાની નવી સિદ્ધિ વિશે માહિતી આપી છે. હિના ખાને આ સમાચાર તેના ચાહકો સાથે અનેક તસવીરો સાથે શેર કર્યા અને લખ્યું, "કોરિયા ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બનવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.

અભિનેત્રીએ શેર કરી તસવીર જણાવી સિદ્ધિ

કોરિયા ટુરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બનવા બદલ અભિનેત્રીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે મારા માટે બહુ આનંદની ક્ષણ છે. હિના ખાને અનેક તસવીરો સાથે એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. કોરિયાએ હંમેશા મને આકર્ષિત કરી છે, તેની સુંદર ખીણો, સમૃદ્ધ સંસ્કૃતિ અને કે-ડ્રામા અને કે-પોપની વૈશ્વિક લોકપ્રિયતા. હું ખૂબ જ ઉત્સાહિત છું કે હું કોરિયાની આ સુંદર સફર મારા દર્શકો સાથે શેર કરી શકી છું."

અભિનેત્રીએ દક્ષિણ કોરિયાના ફોટા શેર કર્યા

બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પછી, હિના તાજેતરમાં દક્ષિણ કોરિયાની યાત્રા પર પણ ગઈ હતી, જ્યાં તેણીએ ત્યાંના વારસા, લોકપ્રિય સ્થળો, સ્થાનિક ખોરાક અને આધુનિક જીવનશૈલીનો અનુભવ કર્યો. તેણે પોતાની સફરના ઘણા ભાગો ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા, જેને જોઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. કોરિયા ટુરિઝમ માને છે કે હિના ખાનની લોકપ્રિયતા અને તેના પ્રભાવશાળી સોશિયલ મીડિયા જોડાણો દક્ષિણ કોરિયાને ભારતીયોમાં પ્રવાસન સ્થળ તરીકે વધુ લોકપ્રિય બનાવી શકે છે.

કેન્સરને આપશે માત

જણાવી દઈએ કે, હિના ખાન સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. અભિનેત્રી સતત પોતાની પોસ્ટ્સ દ્વારા ચાહકોને આ રોગ સામે લડવા માટે પ્રોત્સાહિત કરતી જોવા મળી છે. આ સાથે, તે લોકોને તેમના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરતી જોવા મળે છે. હિનાને દેશ અને દુનિયાભરમાંથી સતત આશીર્વાદ મળી રહ્યા છે. હિના ખાને જણાવ્યું કે તે કેન્સર સામેનો જંગ જરૂર જીતશે. તે કેન્સરને માત આપશે અને સ્વસ્થ થશે.

  • Follow us on: