ગુજરાતી ફિલ્મજગતના જાણીતા એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશી આ મહિનાના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાવવાના છે, ત્યારે બંનેના લગ્નના સમાચાર સાંભળીને તેમના ફેન્સમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે.


પહેલાના જમાના લગ્ન આજના જમાના કરતા અલગ

ત્યારે હાલમાં બંનેના લગ્નની શરણાઈઓ વાગવાની છે, તેની વચ્ચે આ કપલનો અતુલ પુરોહિત સાથેની મુલાકાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અતુલ પુરોહિત કહેતા જોવા મળી રહ્યા છે કે લગ્ન આજના જમાના કરતા અલગ હતા અને તે લગ્ન 5 કલાક સુધી ચાલતા. આજના જમાનામાં લગ્ન ઓછા અને ફોટોગ્રાફી અને નાચગાનનો ટ્રેન્ડ વધી ગયો છે, પરંતુ તેમના કહેવા મુજબ તે ખોટું નથી.

અતુલ પુરોહિત મલ્હાર-પૂજાને લગ્ન માટે કર્યા સાવધાન

ત્યારબાદ મલ્હાર અને પૂજા લગ્ન ગીતો વિશે વાતચીત કરે છે અને અતુલ પુરોહિત તેમને લગ્ન ગીતો ગાઈને સંભળાવે છે. આ સિવાય અતુલ પુરોહિત બંને લગ્ન માટે સાવધાન કેવી રીતે કરે છે તે સમજાવે છે. ત્યારબાદ મલ્હાર-પૂજા દરેક લગ્ન ગવાઈ તે વિશે વાત કરે છે ત્યારે અતુલ પુરોહિત એક વિદાય ગીત ગાઈ છે અને કાળજા કેરો કટકો મારો... ગાંઠથી છૂટી ગયો... ગઈને સંભળાવે છે અને આ ગીત સાંભળીને પૂજાની આંખમાંથી આંસું સરી પડે છે.

 

લગ્ન એ એક સંસ્કાર છે: અતુલ પુરોહિત

આ સિવાય અતુલ પુરોહિત વિનંતી કરે છે કે લગ્ન એ મજાક નથી... લગ્ન એ એક સંસ્કાર છે અને કહે છે લગ્નની વિધી પ્રત્યે થોડું ધ્યાન આપજો તો તમારું લગ્ન જીવન આનંદથી અને સુખી રીતે પસાર થશે.

વિદાય ગીત સાંભળી પૂજા થઈ ઈમોશનલ

મલ્હાર ઠાકર અને પૂજા જોશીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં એક્ટ્રેસ પૂજા જોશી ઈમોશનલ થતી જોવા મળી રહી છે. અતુલ પુરોહિતના વિદાય ગીત સાંભળીને એક્ટ્રેસ ઈમોશનલ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ બંને એક્ટર અને એક્ટ્રેસે સંદેશ સાથેની વાતચીતમાં હર્ષભેર જણાવ્યું હતું કે તેઓ નવેમ્બર મહિનાના અંતમાં લગ્નના બંધનમાં બંધાવવાના છે, જેને લઈને હાલમાં તેમને તમામ તૈયારીઓ પર શરૂ કરી દીધી છે અને હાલમાં તેઓ ખરીદી કરવામાં બિઝી જોવા મળી રહ્યા છે.

કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડ્યા?

એક ગુજરાતી ફિલ્મના પ્રમોશનમાં વડોદરા આવેલી એક્ટ્રેસ પૂજા જોષીએ સંદેશ સાથે વાત કરતા જાણકારી આપી હતી કે, હું અને મલ્હાર ઠાકર નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરવાના છીએ. તમને જણાવી દઈએ કે કોરોનાકાળમાં મલ્હાર સાથે 'વાત વાતમાં' નામની વેબ સિરીઝ શૂટ કરી હતી. તે સમયથી અમે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ અમે 'લગ્ન સ્પેશિયલ' અને 'વીર ઈશાનું શ્રીમંત' નામની ફિલ્મમાં મુખ્ય પાત્રની ભૂમિકા ભજવી હતી અને ક્યારે અમે બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા તેનો અમને પોતે પણ ખ્યાલ ના આવ્યો અને અમે આખરે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

પરિવારનું શું હતું રિએક્શન?

અમારા આ નિર્ણયને પરિવારના સભ્યોએ પણ સરળતાથી મંજૂરી આપી દીધી હતી. જેથી હવે અમે લગ્નગ્રંથિથી જોડાઈશું. ગુજરાતના સિદ્ધપુર ગામના 34 વર્ષીય એક્ટર મલ્હાર ઠાકર મુંબઈની 32 વર્ષીય એક્ટ્રેસ પૂજા જોષી સાથે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદ ખાતે ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે લગ્ન કરશે.


  • Follow us on: