એક્ટર અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન દોડભાગ બાદ ઘણો વિવાદમાં છે. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો. આ કારણે એક્ટરને એક રાત જેલમાં વિતાવવી પડી હતી.
એક પોસ્ટમાં એક્ટરે તેના ફેન્સને ઓનલાઇન અને ઓફલાઇન અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનું ટાળવા કહ્યું છે. આ વિવાદ વચ્ચે અલ્લુ અર્જુનના ઘરની બહાર જોરદાર વિરોધ થઈ રહ્યો છે.
ANI મુજબ જ્યુબિલી હિલ્સ પોલીસે જણાવ્યું કે ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (OU-JAC)ના 6 સભ્યોએ રવિવારે અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો કર્યો હતો.
અલ્લુ અર્જુને ફેન્સને કરી અપીલ
આ પહેલા અલ્લુ અર્જુને પોસ્ટ શેર કરી હતી અને તેના કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું મારા તમામ ફેન્સને અપીલ કરું છું કે તેઓ હંમેશાની જેમ જવાબદારીપૂર્વક તેમની લાગણીઓ વ્યક્ત કરે અને કોઈપણ પ્રકારની અભદ્ર ભાષા કે વર્તનનો ઓનલાઈન અને ઓફલાઈન ઉપયોગ ન કરે.'
એક્ટરે લોકોને સૂચનાઓ પણ આપી છે. તેને કહ્યું કે, 'જો કોઈ ફેક આઈડી અને ફેક પ્રોફાઈલથી પોતાને મારા પ્રશંસક તરીકે ખોટી રીતે રજૂ કરે છે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો આરોપ
ગઈકાલે અલ્લુ અર્જને તેલંગાણા વિધાનસભામાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા ઘણા આરોપોનું ખંડન કર્યું હતું. એક્ટર આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે સરકાર અથવા અધિકારીઓ સહિત કોઈને દોષી ઠેરવતો નથી. તેને વધુમાં કહ્યું કે અત્યાર સુધીનું તેમનું મૌન જાણી જોઈને રાખવામાં આવ્યું હતું, જેનો હેતુ વધુ અટકળો અને ખોટી માહિતીને પ્રોત્સાહનથી બચવાનું હતું.