- ચારેયકોર થઇ રહી છે ગુજરાતી ફિલ્મ વશની ચર્ચા
- બોલિવૂડ અભિનેતા અજય દેવગન બનાવશે રિમેક
- સાયકોથ્રીલર સિરીઝને હિન્દીમાં લાવશે અજય દેવગણ
'કૈથી' અને 'દ્રશ્યમ'ની રિમેક બાદ અજય દેવગને હવે નવી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. વર્ષ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'વશ'એ શાનદાર બિઝનેસ કર્યો હતો. હવે અજય દેવગણે આ સાયકોથ્રીલર સિરીઝને હિન્દીમાં લાવવાની જવાબદારી લીધી છે. ખાસ વાત એ છે કે આમાં તેની સાથે આર માધવન પણ જોવા મળશે. અજય દેવગન થોડા સમય પહેલા બોક્સ ઓફિસ પર 'ભોલા' લઈને આવ્યો હતો, જે બિઝનેસની દૃષ્ટિએ એવરેજ સાબિત થઈ હતી. અગાઉ તેની 'દ્રશ્યમ 2' સુપરહિટ રહી હતી. તો ચાલો હવે જણાવીએ કે અજય દેવગન કઈ નવી રિમેક લાવવાની તૈયારી કરી રહ્યો છે.
'સુપર 30' અને 'ક્વીન' જેવી ફિલ્મો બનાવનાર વિકાસ બહલ ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક બનાવવા જઈ રહ્યો છે. આ રિમેકમાં અજય દેવગણથી લઈને આર માધવન જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે આ બંને સ્ટાર્સ સાથે કામ કરશે. હાલમાં કાસ્ટ લોક છે. ટૂંક સમયમાં સ્ટારકાસ્ટ અને ટીમ આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરશે.










