- મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી વરરાજા બનશે
- અનંત-રાધિકાના લગ્નનું પ્રી-વેડિંગ ફંક્શન્સ કાર્ડ વાયરલ
- કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ 1 માર્ચથી શરૂ થશે અને 3 માર્ચ સુધી ચાલશે
પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે જલ્દી જ લગ્નની શરણાઈ વાગશે. આ માટેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી વરરાજા બનવાની તૈયારીમાં છે. આ દરમિયાન અનંત અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
અનંત અને રાધિકાએ ગયા વર્ષે સગાઈ કરી હતી ત્યારબાદ બંને તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જે આ વર્ષે પૂર્ણ થવા જઈ રહી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકા પુત્ર અનંત ટૂંક સમયમાં ઘોડી પર સવાર થવા જઈ રહ્યા છે. અંબાણી પરિવારમાં અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર લગ્નનું કાર્ડ જોરદાર રીતે વાયરલ થઈ રહ્યું છે.










