• કોન્ટ્રોવર્સી ક્લીન રાખી સાવંત ફરી ચર્ચામાં
  • શર્લિન ચોપરાએ રાખીને લઇ કરી સ્પષ્ટતા
  • રાખી - શર્લિન ફરી એકવાર સાથે જોવા મળ્યા

કોન્ટ્રોવર્સી ક્લીન રાખી સાવંત છેલ્લા કેટલાક દિવસોથી ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. અને તેનું કારણ તેમનું ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જવાનું છે. પહેલા તે સાઉદી અરેબિયાના મક્કા અને મદીના શહેરમાં ગઈ. તેણે મક્કામાં ઉમરાહ કરી હતી. આ સમય દરમિયાન, તે ઇન્સ્ટાગ્રામ પર તેની મુસાફરી વિશે અપડેટ્સ આપતી રહી. હવે ભારત પરત આવ્યા બાદ પણ તે ચુપ બેસી રહી નથી. હવે તે શર્લિન ચોપરા સાથે જોવા મળી છે.

રાખી સાવંત અને શર્લિન ચોપરા ક્યારે મિત્ર બની જાય છે અને ક્યારે દુશ્મન બની જાય છે તેની કોઈને ખબર નથી. જ્યારે રાખી સાઉદી અરેબિયામાં હતી ત્યારે શર્લિન ચોપરાએ દેશમાં તેની સામે મોરચો ખોલી દીધો હતો. હવે ફરી એકવાર બંને નજીક આવ્યા છે. ગઈકાલે રાત્રે બંને મીડિયાની સામે એકસાથે આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચેની કડવાશનો અંત આવ્યો. રાખીએ ગીત ગાયું હતું અને શર્લિન ડાન્સ કરતી જોવા મળી હતી.

આ દરમિયાન, એક વીડિયો વાયરલ થયો હતો જેમાં શર્લિન રાખી સાવંતના નકલી મુસ્લિમ હોવાના નિવેદન પર સ્પષ્ટતા કરતી જોવા મળી હતી. પાપારાઝીએ શર્લિનને પૂછ્યું કે હમણાં જ તું રાખીને નકલી મુસ્લિમ કહી રહી હતી. આના પર શર્લિને સ્પષ્ટતા કરતા કહ્યું કે, "તેણે મારા પર ખોટા આરોપો લગાવ્યા, તેથી જ મેં તેને નકલી મુસ્લિમ કબહી."

https://www.instagram.com/reel/CwvQKm0SzAi/

રાખીએ આ આરોપ લગાવ્યો હતો

રાખી અને શર્લિન બંને સાથે બેઠાં હતાં. તે પાપારાઝીની સામે પોતાની ફરિયાદો વ્યક્ત કરી રહી હતી. આ દરમિયાન રાખી સાવંતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને બંધ કરવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેણે ફરિયાદમાં આદિલ ખાન દુર્રાની, શર્લિન ચોપરા અને રાજશ્રીનું નામ લીધું છે. શર્લિને આના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને રાખીને પૂછ્યું, મેં મારા જીવનમાં ક્યારે તારી સાથે ખોટું કર્યું છે?

આપને જણાવી દઈએ કે રાખી સાવંત આદિલ દુર્રાની સાથેના લગ્ન બાદથી ચર્ચામાં છે. જો કે બંને વચ્ચે બધુ બરાબર ન ચાલ્યું અને રાખીએ આદિલ પર ગંભીર આરોપ લગાવીને જેલમાં મોકલી દીધો. થોડા સમય પહેલા જ્યારે આદિલ જામીન પર બહાર આવ્યો હતો ત્યારે તેણે રાખી પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા.

  • Follow us on: