• પ્રી વેડિંગ ફંક્શનને વીડિયોમાં સામેલ કરાયું
  • સંગીત સેરેમનીના ડાન્સની ઝલક પણ વીડિયોમાં જોઈ શકાશે
  • સમુદ્ર કિનારે કપલે કરાવ્યું ખાસ ફોટોશૂટ

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ વેડિંગ વીડિયો શેયર કર્યો છે. આ વેડિંગ વીડિયોમાં હળદર, મહેંદીથી લઈને સંગીત અને લગ્નના તમામ રિવાજોને બતાવ્યા છે. થોડી મિનિટોના આ વીડિયોમાં ફેન્સને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી છે. એક નજરમાં તમને લાગે કે તમે કોઈ ડ્રીમી વેડિંગનો વીડિયો જોઈ રહ્યા છો.

દ વેડિંગ ફિલ્મર

[[$googlead]]

જેકી અને રકુલે લગ્નના વીડિયોને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. વીડિયો શેયર કરીને કેપ્શનમાં લખ્યું કે આ તમારું અને મારું નથી પણ આપણું છે. આ વીડિયોમાં પ્રી વેડિંગ ફંક્શનને બતાવાયું છે. આ સાથે જ જેકી અને રકુલના સંગીત સેરેમનીના ડાન્સની ઝલક પણ જોવા મળે છે.

[[$alsoread]]

જેકીના ખોળામાં બેસીને લગાવી હલ્દી

આ વેડિંગ વીડિયોમાં એક ઝલક હલ્દી ફંક્શનની પણ છે. જેમાં રકુલ અને જેકીના ફેસ પર હલ્દી લાગી છે. બંને પર પીળા ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. એટલું જ નહીં રકુલ જેકીના ખોળામાં બેસીને હસતી જોવા મળે છે.

સમુદ્ર કિનારે કરાવ્યું ફોટોશૂટ

રકુલ અને જેકીએ ગોવા લોકેશનના ભરપૂર મજા લીધી. આ વીડિયોમાં બંને સમુદ્ર કિનારે ફોટોશૂટ કરાવી રહ્યા હતા. તેમાં બંને સેલેબ મસ્તીના મૂડમાં જોવા મળ્યા. સંગીત સેરેમનીમાં પણ તેઓએ ખૂબ ડાન્સ કર્યો.

સેલેબ્સે વરસાવ્યો પ્રેમ

રકુલ અને જેકીના આ પ્રેમભર્યા વીડિયો પર સેલેબ્સ પ્રેમ વરસાવી રહ્યા છે. ભૂમિ પેડનેકર, શમા સિકંદર સિવાય અન્ય અનેક સેલેબ્સે કમેન્ટ કરી. આ વીડિયોને જોયા બાદ ફેન્સ પણ બંનેની જોડીને પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રકુલ અને જેકીના લગ્ન 21 ફેબ્રુઆરીએ થયા. લગ્નના બીજા દિવસે બંને સેલેબ્સ ગોવા એરપોર્ટ પર જોવા મળ્યા. રકુલ શોર્ટ જમ્પસૂટમાં જોવા મળી તો જેકી શર્ટ અને જીન્સમાં દેખાયા. 

  • Follow us on: