• રણબીર- આલિયાના લગ્નની તારીખ બદલાઈ? 
  • આલિયાના પિતરાઈ ભાઈએ કરી સ્પષ્ટતા 
  • કહ્યું: લગ્ન 13, 14 એપ્રિલે નથી, તારીખ બદલવામાં આવી છે 


આ દિવસોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની બોલિવૂડના કોરિડોરમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને લગ્નની તારીખોને લઈને તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. જ્યારે રણબીરનો આખો પરિવાર લગ્નની તારીખોને લઈને મૌન છે. ત્યારે આલિયાના પરિવારમાં લગ્ન-તારીખને લઈને હજુ પણ મૂંઝવણ છે.

શું આલિયા અને રણબીરના લગ્નની તારીખ બદલાઈ?

આલિયાના અંકલ રોબિન ભટ્ટે લગ્નની તારીખ પર પોતાની મહોર લગાવતા જણાવ્યું હતું કે કપલ 13 તારીખે મહેંદી લગાવશે અને 14 તારીખે લગ્ન નક્કી કરવામાં આવ્યા છે. હવે આલિયાનો પિતરાઈ ભાઈ રાહુલ ભટ્ટ રણબીર અને આલિયાના લગ્નની અલગ તારીખ જણાવી રહ્યો છે. રાહુલે જણાવ્યું કે લગ્નની તારીખ પહેલા 13 અને 14 તારીખ રાખવામાં આવી હતી. પરંતુ મીડિયામાં લીક થવાના કારણે હવે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને તારીખ બદલવામાં આવી છે. રાહુલે કહ્યું- લગ્ન થઈ રહ્યા છે. તે બધા જાણે છે. પરંતુ 13 અને 14 એપ્રિલે લગ્ન નથી. આ એક ખાતરીપૂર્વકની વાત છે. પહેલા લગ્નની તારીખ એક જ રાખવામાં આવી હતી. પરંતુ મીડિયામાં લીક થયા પછી તારીખો બદલવામાં આવી છે. ઘણું દબાણ હોવાથી બધું બદલાઈ ગયું છે. રાહુલે આગળ કહ્યું કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 13 અને 14 તારીખે લગ્ન નથી.

લગ્નની તારીખ બાબતે મહેશ ભટ્ટે સેવ્યું મૌન 

બીજી તરફ મહેશ ભટ્ટે લગ્નની તારીખ અંગે મૌન સેવ્યું છે અને જો કે તેમણે એમ તો કહ્યું કે આ વિશે હું કઈ વધારે નહી કહી શકું કારણ કે મને મારા વેવાણ તરફથી આ વિશે કઈ પણ ન કહેવા કહેવામાં આવ્યું છે.તો હું એમની વાત કઈ રીતે ટાળી શકું

રણબીર અને આલિયાના લગ્ન પર નીતુ કપૂરનું શું કહ્યું?

નીતુ કપૂર પણ લગ્નની તારીખની મજાક ઉડાવે છે અને કહે છે - હું બે વર્ષથી લગ્નની તારીખના સમાચાર સાંભળી રહી છું. નવી તારીખ દરરોજ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે. શું ખબર હું શોમાં કામ કરી રહી હોય અને એ બન્ને લગ્ન પણ કરી લે એવું પણ બને. એટલા માટે કહું છું કે જે પણ થશે મીડિયાને ખબર પડી જ જશે


  • Follow us on: