• નેશનલ એવોર્ડ માટે આલિયા સાથે પહોંચ્યો રણબીર
  • રણબીર કપૂરનો વીડિયો થઇ રહ્યો છે વાયુવેગે વાયરલ
  • વહીદા રહેમાનને પ્રોટેક્ટ કરતા જોવા મળ્યો રણબીર 

બોલિવૂડનો હેન્ડસમ રણબીર કપૂર હાલમાં જ તેની પત્ની અને શ્રેષ્ઠ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે દિલ્હી પહોંચ્યો હતો. જ્યાં આલિયાને ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે પહેલો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ દરમિયાન રણબીર તેની પત્નીને સપોર્ટ કરતા તેની પાછળ ચાલતો જોવા મળ્યો હતો. જેની ઘણી તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ હવે અભિનેતાનો એક નવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે વહીદા રહેમાનનું રક્ષણ કરતો જોવા મળ્યો છે.

રણબીરે મીડિયાને વિનંતી કરી

રણબીર કપૂરનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે વહીદા રહેમાનને મીડિયાથી બચાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પાપારાઝી ફોટો લેવા માટે વહીદા જીના ટેબલ પાસે આવીને ઉભા છે. ત્યારે ટેબલ લપસી જવાને કારણે અભિનેત્રી થોડા ડરી જાય છે. આ બધું જોઈને પાછળ બેઠેલો રણબીર અચાનક ઊભો થઈ જાય છે અને કહે છે, 'કૃપા કરીને થોડી કાળજી રાખીને તસવીરો ખેંચો..'

સોશિયલ મીડિયા પર યુઝર્સે વખાણ કર્યા છે

રણબીર કપૂરની આ સ્ટાઇલના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. જ્યારે વહીદા રહેમાન પહેલા રણબીર કપૂર પોતાની પત્નીનું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ એવોર્ડ સેરેમનીમાં આલિયા ભટ્ટે પોતાના લગ્નની સાડી પહેરી હતી. આ દરમિયાન રણબીર કપૂર બ્લેક સૂટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.

આ ફિલ્મ માટે આલિયાને એવોર્ડ મળ્યો હતો

આલિયા ભટ્ટને તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. આ માટે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે. અભિનેત્રીની સાસુ અને રણબીર કપૂરની માતા નીતુ કપૂરે પણ તેની વહુ માટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું - "મને ખૂબ જ ગર્વ છે...આલિયા ભટ્ટ..."

  • Follow us on: