- ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા રણબીર-રશ્મિકાની એનિમલને A સર્ટિફિકેટ
- ડાયરેક્ટર્સને એક્ટર્સના ઇન્ટિમેટ અને વાંધાજનક સીન હટાવવા આદેશ
- હિન્દી શબ્દ 'વસ્ત્રા'ને કોસ્ચ્યુમ કરવા સેન્સર બોર્ડે આદેશ આપ્યો
રણબીર કપૂર-રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ એનિમલ જાહેરાતની સાથે જ ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં, તેને સેન્સર બોર્ડ દ્વારા A એટલે કે ફક્ત પુખ્ત વયના લોકો માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. પરંતુ હવે સમાચારો આવી રહ્યા છે કે સેન્સર બોર્ડે ફિલ્મના ઘણા સીન સામે વાંધો વ્યક્ત કર્યો છે અને નિર્માતાઓને આ સિન્સ કાપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ રણબીર અને રશ્મિકા અત્યંત ઇન્ટિમેટ સીન્સ છે.
ચાલી સેન્સર બોર્ડની કાતર
સંદીપ વાંગા રેડી દ્વારા નિર્દેશિત એનિમલ છેલ્લા ઘણા સમયથી હેડલાઇન્સ બની રહી છે. ફિલ્મના મુખ્ય પાત્રો વચ્ચે દર્શાવવામાં આવેલા રોમાન્સ અને કિસિંગ સીન્સ પણ ચર્ચાનો વિષય છે. ફિલ્મમાં પહેલીવાર રશ્મિકા અને રણબીરની જોડી સાથે જોવા મળશે. ફિલ્મને લઈને ફેન્સ ખાસ્સા ઉત્સાહિત છે, પરંતુ ફિલ્મ જોયા પછી સેન્સર બોર્ડ થોડું નાખુશ છે. તેમણે નિર્માતાઓને ફિલ્મમાં કેટલાંક સીન્સ કાપી નાખવાનો આદેશ આપ્યો છે.
રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સને પાંચ મોટા ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે. સંદીપને મળેલા નિર્દેશો અનુસાર તેને રણબીર અને રશ્મિકાના ઈન્ટિમેટ સીનની લંબાઈ ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે એક પોઇન્ટરે પાત્રોના નામ જાહેર કરતાં TCR 02:28:37 ના વિજય અને ઝોયાના ઇન્ટિમસીના ક્લોઝ-અપ શોટ્સને પણ કાપવા અને સુધારવા માટે કહેવામાં આવ્યું છે.
હિન્દી શબ્દ સામે વાંધો
ઓનલાઈન લીક થયેલા રિપોર્ટ અનુસાર, વિજય-ઝોયાના પાત્રો વચ્ચે ઘણા ઈન્ટીમેટ સીન શૂટ કરવામાં આવ્યા છે. સંદીપ વાંગા રેડીએ 'હુઆ મેં' ગીત દ્વારા રણબીર-રશ્મિકાના સ્ટીમી સીન્સની હિંટ પણ આપી હતી. આ બધા ઉપરાંત સેન્સર બોર્ડે નિર્માતાઓને હિન્દી શબ્દ વસ્ત્રાને કોસ્ચ્યુમ સાથે બદલવાનો આદેશ આપ્યો છે. પોઇન્ટર્સની આ કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
જો કે, તાજેતરમાં સંદીપ વાંગા રેડીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ખુશ છે કે ફિલ્મને A રેટ સર્ટિફિકેટ મળ્યું છે. કારણ કે આ ફિલ્મ પુખ્ત વયના લોકો માટે બનાવવામાં આવી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે પોતે તેના પુત્રને આ ફિલ્મ જોવા માટે લઈ જવાના નથી. એનિમલ ફિલ્મની સ્ક્રીન ટાઈમિંગ 3 કલાક 45 મિનિટ છે. સંદીપે કહ્યું કે મેં આ ફિલ્મ ઘણી વખત જોઈ છે. રણબીરે એટલું સરસ કામ કર્યું છે કે તે દર્શકોને જકડી રાખશે. તે દર્શકોને એક મિનિટનો પણ રિલેક્સ ટાઈમ નહિ આપે.