• રણદીપ હુડ્ડાએ મણિપુરના ઇમ્ફાલમાં કર્યા લગ્ન

  • મણિપુરની ખાસ પાઘડી અને ધોતી-કુરતો પહેર્યો
  • દુલ્હન લિન લેશરામે પહેર્યો સિલિન્ડ્રિકલ સ્કર્ટ

બૉલીવુડ એક્ટર રણદીપ હુડ્ડા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે મણિપુરના ઇમ્ફાલમાં લીન લેશરામ સાથે લગ્ન કરી લીધા છે. રણદીપ હુડ્ડા મણિપુરી વરરાજા બનીને તૈયાર થયો હતો અને સફેદ ધોતી કુર્તા સાથે ખાસ પ્રકારની પાઘડી પહેરી હતી. રણદીપ હુડ્ડા અને લીન લેશરામના લગ્નનો વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ક્યૂટ છે. વિડીયોમાં લિન લેશરામ અને રણદીપ એકબીજાને હાર પહેરાવતા જોવા મળે છે.


રણદીપ હુડ્ડાએ લગ્નમાં જે ખાસ પાઘડી પહેરી હતી તેને મણિપુરી ભાષામાં કોકયેત કહેવાય છે. તે સફેદ રંગના કાપડથી બનેલું હોય છે, જેના પર પહોળા સોનેરી રંગની ગોટાપટ્ટી લગાવવામાં આવે છે. મણિપુરી લગ્નોમાં આ પાઘડીનું વિશેષ મહત્વ છે. રણદીપ હુડ્ડાની દુલ્હન લિન લેશરામે પોટલોઈ ડ્રેસ પહેર્યો હતો. તે સિલિન્ડર આકારનું સ્કર્ટ છે, જે વાંસ અને જાડા કાપડમાંથી બનાવવામાં આવે છે.


લગ્નની વિધિની તસવીરો કરાઇ શેર

રણદીપ હુડા અને લીન લેશરામે ઇમ્ફાલના શન્નાપુંગ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. જેમાં પરિવારના સભ્યો ઉપરાંત નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થયા હતા. આ પહેલા બંનેએ ઈમ્ફાલના મંદિરમાં આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ લગ્નની વિધિઓ શરૂ થઈ હતી. રણદીપ હુડ્ડાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્નની વિધિની કેટલીક તસવીરો શેર કરી હતી.

મુંબઈમાં યોજાશે વેડિંગ રિસેપ્શન 

રણદીપ હુડ્ડા અને લીન લેશરામ લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા, પરંતુ તેઓએ તેમના સંબંધોને બધાથી ગુપ્ત રાખ્યા હતા. થોડા દિવસો પહેલા જ બંનેએ એક નિવેદનમાં પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી. હવે લગ્ન બાદ રણદીપ અને લીન લેશરામ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજશે, જેમાં ફિલ્મી હસ્તીઓ હાજરી આપશે.

  • Follow us on: