જાણીતા સિંગર અને રેપર બાદશાહને કાફલાની કારને ગુરુગ્રામ પોલીસે ચલણ કાપ્યુ છે. તાજેતરમાં બાદશાહ એક કાર્યક્રમ માટે ગુરુગ્રામ પહોંચ્યા હતા. તેમના કાફલાના જે વાહનોનું ચલણ કાપવામાં આવ્યું તેમાં થાર પણ સામેલ હતી. આ એજ થાર હતી જેમાં રેપર બાદશાહ બેસીને કાર્યક્રમ સ્થેળે પહોંચી રહ્યો હતો. જો કે મળતી માહિતી આ વાહન રોડની રોંગ સાઈડ પર આવી રહ્યું હતું તે બાદશાહના નામે ન હતું તે માત્ર તેમા બેસીને કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યો હતો.


બાદશાહના કાફલાની કારને કરાયો દંડ

બાદશાહ હાલમાં જ લોકપ્રિય ગાયક કરણ ઔજલાના કોન્સર્ટમાં હાજરી આપવા ગુરુગ્રામ પહોંચ્યા હતા. બાદશાહ પોતે બ્લેક રંગની થારમાં બેઠા હતા અને તેમના કાફલામાં અન્ય ગાડીઓ પણ હતી. ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે બાદશાહ જે કારમાં બેઠો હતો તેના પર 15,500 રૂપિયાનું ચલણ ફાડ્યુ છે. મળતી માહિતી મુજબ કાફલામાં સામેલ અન્ય વાહનોની પણ ઓળખ કરવામાં આવી રહી છે.


આ મામલે DCP ટ્રાફિક વીરેન્દ્ર વિજે કહ્યું કે હા, અમે બાદશાહની કારને રોંગ સાઇડમાં ચલાવવા બદલ ચલણ ફાડયુ છે. જો કે કાર બાદશાહના નામની નથી પરંતુ બાદશાહ પોતે કારમાં હાજર હતો.'

જે થારમાં બાદશાહ મુસાફરી કરી રહ્યો હતો તે કારનું ચલણ કાપ્યું તે સ્લિપ પણ સામે આવી છે. જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવવા ઉપરાંત વાયુ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન અને જોખમી ડ્રાઇવિંગનો પણ સમાવેશ થાય છે.

કોન્સર્ટમાં જઇ રહ્યો હતો બાદશાહ

મહત્વનું છે કે 15 ડિસેમ્બરે 'તૌબા તૌબા' ગાયક કરણ ઔજલાએ ગુરુગ્રામમાં એક કોન્સર્ટ કર્યો હતો. કોન્સર્ટ દરમિયાન કરણે અચાનક બાદશાહને સ્ટેજ પર બોલાવીને ચાહકોને ચોંકાવી દીધા હતા. બાદશાહ સ્ટેજ પર આવતાની સાથે જ તેણે કરણને ખૂબ જ જુસ્સાથી ગળે લગાવ્યો અને ચાહકો બંનેને વાતચીત કરતા જોઈને ખૂબ ખુશ થયા હતા. ઉલ્લેખનીય છે કે બાદશાહની વાત કરીએ તો તે હાલમાં લોકપ્રિય મ્યુઝિક રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ'માં જજ તરીકે જોવા મળે છે. બાદશાહ વિશાલ દદલાની અને શ્રેયા ઘોષાલ સાથે આ શોને જજ કરી રહ્યો છે.


  • Follow us on: