- બે નવી ફિલ્મોમાં એક નવા અવતારમાં જોવા મળશે
- મુંબઈમાં એરપોર્ટ પર આપ્યો સ્માઈલ પોઝ
- પ્રમોશનમાં જોડાઈ જાય એવી પૂરી શક્યતાઓ
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના મુંબઈના એરપોર્ટ પર જોવા મળી હતી. માસ્ક પહેરીને જ્યારે તે એરપોર્ટ એરિયાની બહાર કારમાં બેસવા માટે આવી ત્યારે કેમેરામાં કેદ થઈ હતી. ફેન્સ અને પાપારાઝીઓને જોતા તેમણે પોતાનું માસ્ક કાઢીને એક નાનકડી સ્માઈલ આપી હતી. આ વખતે તે સાવ સાદા સેન્ડલ અને ફોર્મલ લુકમાં જોવા મળી હતી. રશ્મિકા આ પહેલા પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી છે. આ વખતે તે કોઈ ખાસ પ્રમોશન માટે આવી હોય એવું બી-ટાઉનના સુત્રો કહે છે.
બે ફિલ્મો આવી રહી છે
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એની ફિલ્મ એનિમલ રિલીઝ થવાની છે. જેમાં એનો એક નવો અવતાર જોવા મળ્યો છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર સાથે જોવા મળશે. જોકે, આ ફિલ્મનું પોસ્ટર લૉંચ કરવામાં આવ્યું એ સમયે પણ એનો એક અલગ લુક જોવા મળ્યો હતો. બોલિવૂડમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો એ તો હવે રશ્મિકા જ કહી શકે. પણ એક્ટિંગની દુનિયામાં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રશ્મિકાનું નામ મોટું છે. આ સિવાય એની ફિલ્મ પુષ્પા 2 પણ આવી રહી છે. જેમાં તે અલ્લુ અર્જુન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં એની સ્ટોરી આગળ વધતી જોવા મળી રહી છે. ફિલ્મમાં રશ્મિકાના લગ્ન સુધીની જ સ્ટોરી છે.
અલગ અંદાજમાં જોવા મળશે
બીજા ભાગમાં પુષ્પાનો એક અલગ અંદાજ જોવા મળશે. તો બીજી તરફ રશ્મિકાની મેરેજ પછીની લાઈફ એ સ્ક્રિન પર જોવા મળશે. રણબીર કપૂર સાથેની ફિલ્મ એનિમલમાં તેણે એક ગીતમાં કિસિંગ સીન પ આપેલા છે. આ ગીતના શબ્દો જાણીતા ગીતકાર મનોજ મુંતશીરે લખેલા છે. જ્યારે ગીતને રીધમ આપી છે પ્રીતમે. જોવાનું એ રહે છે ફિલ્મની સ્ટોરી શુ છે અને યુવા હૈયાને સ્પર્શવામાં બન્ને પાત્રો સફળ થાય છે કે નહીં. બાકી એક્ટિંગની દ્રષ્ટિએ બન્ને એકબીજાને ટક્કર મારે એવા છે.









