રતન ટાટાનું 86 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમણે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઉંમરને કારણે તેમને સ્વાસ્થ્યની કેટલીક સમસ્યા હતી. આથી તેઓને આઇસીયુમાં દાખલ કરાયા હતા. આમતો રતન ટાટા પ્રોફેશનલ કામ કાજને કારણે ઘણા જ ચર્ચામાં રહ્યા પરંતુ તેમની પર્સનલ લાઇફને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. એવુ કહેવામાં આવે છે કે તેઓ એક બોલિવૂડ અભિનેત્રીને પસંદ કરતા હતા. તેઓ તેમની સાથે લગ્ન પણ કરવા માગતા હતા. આ અભિનેત્રી બીજુ કોઇ નહી પરંતુ સિમી ગ્રેવાલ હતી. ત્યારે રતન ટાટાના નિધનના સમાચાર સાંભળીને અભિનેત્રી ઇમોશનલ થઇ ગઇ હતી.
સિમી ગ્રેવાલે દુઃખ કર્યુ વ્યક્ત














