- 'ઇન્ડસ્ટ્રીએ ક્યારેય ચિચી જેવા પ્રતિભાશાળી અભિનેતા જોયા નહીં હોય':રવિના
- ગોવિંદા દર્શકોને એક સાથે હસાવી શકે છે અને રડાવી પણ શકે છે
- હું કોમિક ટાઈમિંગ વિશે જે પણ જાણું છું તે મેં ગોવિંદા પાસેથી જ શીખી છે:રવિના
રવિના ટંડન અને ગોવિંદા વચ્ચેના બોન્ડિંગ વિશે દરેક જણ વાકેફ છે. બંને વર્ષોથી પોતાની ખાસ મિત્રતા જાળવી રહ્યા છે. બંનેએ સાથે ઘણી ફિલ્મો પણ કરી છે. આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ કર્મા કોલિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે તેના બેસ્ટ ફ્રેન્ડ ગોવિંદા વિશે ઘણી વાતો કરી હતી. અભિનેત્રીએ ગોવિંદાના ઘટી રહેલા કરિયર ગ્રાફ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે તે ખૂબ જ પ્રતિભાશાળી છે. જોકે, આ દિવસોમાં ગોવિંદાને કોઈ ફિલ્મ મળી રહી નથી. હાલમાં જ એવા અહેવાલો પણ આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ગોવિંદાએ વર્ષો પછી ડેવિડ ધવન સાથે હાથ મિલાવ્યા કારણ કે તેઓ સાથે મળીને એક પ્રોજેક્ટ કરવા માંગતા હતા.
તે જ સમયે, રવિના ટંડને હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીને ચિચી જેવી પ્રતિભા ન મળી શકે. જે ફિલ્મો માટે તેઓ બન્યા હતા તે ફિલ્મો હવે બની રહી નથી. ચિચીની પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય તેવી ફિલ્મો હવે બની રહી નથી.
'ઇન્ડસ્ટ્રીએ ચિચી જેવા પ્રતિભાશાળી અભિનેતા જોયા નહીં હોય'
રવિનાએ કહ્યું કે તેને નથી લાગતું કે ઇન્ડસ્ટ્રીએ ગોવિંદા જેવો પ્રતિભાશાળી અભિનેતા આ પહેલા ક્યારેય જોયો હશે. ન્ડસ્ટ્રીએ ચિચી જેવા પ્રતિભાશાળી અભિનેતા જોયા નહીં હોય. તે એક એવો સ્ટાર છે જે દર્શકોને એક સાથે હસાવી શકે છે અને રડાવી પણ શકે છે. તે કોમેડી સીનને ઈમોશનલ સીનમાં કોઈપણ મહેનત વગર કન્વર્ટ કરી શકે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'હું કોમિક ટાઈમિંગ વિશે જે પણ જાણું છું તે મેં ગોવિંદા પાસેથી જ શીખી છે.'
આ છે ગોવિંદા-રવીનાની સુપરહિટ ફિલ્મો
રવિના ટંડનનું માનવું છે કે ગોવિંદાની સરખામણી કોઈની સાથે ન થઈ શકે. રવિનાએ ગોવિંદા સાથે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. બંનેએ સાથે મળીને અનારી નંબર 1, બડે મિયાં છોટે મિયાં, આંખીઓ સે ગોલી મારે, દુલ્હે રાજા, પરદેશી બાબુ, સેન્ડવીઝ જેવી ફિલ્મો કરી છે.