ભાનુરેખા ગણેશને ખૂબ જ નાની ઉંમરે એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું, હવે લોકો તેને રેખા તરીકે ઓળખે છે. એક સમયે રેખાએ પોતાની એક્ટિંગ અને સુંદરતાના દમ પર બોલીવુડ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું. આજે પણ તેની ઓળખણની જરૂર નથી. રેખા 13 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહી છે, તેને તેલુગુ ફિલ્મ 'રંગુલા રત્નમ'થી ચાઈલ્ડ એર્ટિસ્ટ તરીકે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ એક ઈન્ટરવ્યુમાં પોતાના સપના વિશે વાત કરતી વખતે રેખાએ ખુલાસો કર્યો કે તે ક્યારેય એક્ટ્રેસ બનવા માંગતી ન હતી.
રેખાની આ ઈચ્છા અધૂરી રહી
એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે રેખાને પૂછવામાં આવ્યું કે શું ભાનુરેખા એક્ટ્રેસ બનવા માંગે છે તો રેખાએ તરત જ જવાબ આપ્યો કે ના, ક્યારેય નહીં. એક્ટ્રેસ બનતા પહેલા તેના સપના વિશે વાત કરતા તેણે કહ્યું, 'તે સમયે, હું ફક્ત લગ્ન કરવા માગતી હતી અને મારી આખી જીંદગી એવી વ્યક્તિ સાથે વિતાવવા માગતી હતી જે ખરેખર મારી ચિંતા કરે છે. ઘણા બાળકો મેળવવાની ઈચ્છા હતી.' રેખાએ એમ પણ કહ્યું કે તેને ખબર નથી કે તે સમયે તેણે આવું કેમ લાગ્યું, પરંતુ તે સમયે હું ફક્ત આ ઈચ્છતી હતી.
વર્ષ 1990 માં કર્યા લગ્ન
રેખાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે વર્ષ 1990માં દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા મહિનાઓ બાદ જ તેને આત્મહત્યા કરી લીધી હતી. રેખાના બાયોગ્રાફર મુજબ મુકેશ લાંબા સમયથી ડિપ્રેશનથી પીડિત હતા. તેને એક સુસાઈડ નોટ પણ મૂકી હતી, જેમાં લખ્યું હતું કે 'કોઈને દોષ ન આપો'. આ સમાચાર આવ્યા પછી લોકોએ રેખા વિરુદ્ધ નેગેટિવ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું.
લગ્નની અફવા ફેલાઈ હતી
ચર્ચાઓની વાત કરીએ તો, તેના લગ્ન પહેલા સમાચાર હતા કે તેણે 1973માં એક્ટર વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2004માં એક ટીવી ઈન્ટરવ્યુમાં તેણે તેને માત્ર ચર્ચા ગણાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ સાથે રેખાનું નામ આજે પણ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું છે. એવું કહેવાય છે કે બંને રિલેશનશિપમાં પણ હતા.