હિન્દી સિનેમાની એવરગ્રીન અભિનેત્રી એક રેખા ભલે 69 વર્ષની થઈ ગઈ હોય પરંતુ લોકો તેની સુંદરતાના દિવાના છે. રેખા આજે પણ એટલી જ સુંદર છે જેટલી તે પહેલા હતી. રેખાની સ્ટાઈલ જોઈ આજે પણ લોકો તેના દિવાના છે.

IIFA એવોર્ડ્સ 2024માં રેખાનું પ્રદર્શન

રેખા હંમેશા દરેક ઇવેન્ટ અને પાર્ટીમાં હસતી અને મજાકિયા અંદાજમાં જોવા મળે છે. હાલમાં જ રેખાએ 69 વર્ષની ઉંમરે IIFA એવોર્ડ્સ 2024 ઇવેન્ટમાં 25 મિનિટ સુધી નોન-સ્ટોપ ડાન્સ કર્યો હતો. લોકોએ તેના અભિનયના ખૂબ વખાણ કર્યા છે.

રેખાના અંગત જીવનમાં પીડા

રેખાનું પ્રોફેશનલ કરિયર જેટલું શાનદાર રહ્યું છે એટલું જ તેનું અંગત જીવન પણ એટલું જ દર્દથી ભરેલું છે. એક સમય એવો હતો જ્યારે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે રેખાના અફેરની ઘણી ચર્ચાઓ થતી હતી. જોકે તે સમયે અમિતાભ બચ્ચન પરિણીત હતા અને તેમણે રેખા સાથેના સંબંધો વિશે ક્યારેય કશું કહ્યું ન હતું.

રેખા ઋષિ કપૂરના લગ્નમાં સિંદૂર લગાવીને પહોંચતા ચર્ચા

રેખાની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. રેખા એક્ટર ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્નમાં પહેલીવાર સિંદૂર પહેરીને પહોંચી હતી. લગ્નમાં હાજર દરેક વ્યક્તિ રેખાનું આ રૂપ જોઈને ચોંકી ગયા હતા. લોકોને આશ્ચર્ય થયું કે રેખાના લગ્ન નથી થયા તો પણ તે પાર્ટીમાં કેમ સિંદૂર લાગની પહોંચી છે. આ કોના નામનું સિંદૂર હશે એવા સવાલો દરેક લોકાના મનમાં થયા હતા.

રેખાએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા

ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્ન વર્ષ 1980માં થયા હતા જ્યારે રેખાએ વર્ષ 1990માં દિલ્હીના એક મોટા બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 7 મહિના બાદ રેખાના પતિ મુકેશે આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નના 3 મહિના પછી રેખા તેના પતિ મુકેશથી કંટાળી ગઈ હતી અને તેણે તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

રેખા દુલ્હનની હંમેશા રહે છે સજ્જ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખા ઋષિ કપૂરના લગ્નમાં સિંદૂર લાગીને પહોંચી હતી અને તે જોઈએ તમામ લોકો દંગ રહી ગયા હતા. જોકે, તે સમયે રેખાએ કહ્યું હતું કે તે શૂટિંગમાંથી પરત આવી છે અને તેની ઉતાવળમાં તેને પોતાનો મેકઅપ ઉતારવાનો સમય મળ્યો નહોતો.

સિંદૂર લગાવવું એ એક ફેશન

રેખાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે હું જે શહેરમાંથી આવું છું ત્યાં સિંદૂર લગાવવી એક ફેશન છે. રેખા 26 વર્ષની ઉંમરથી સિંદૂર લગાવે છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઋષિ કપૂરના લગ્ન પછી રેખા હંમેશા માંગમાં સિંદૂર લગાવતી જોવા મળી છે. કેટલાક લોકો માને છે કે રેખા તેના પ્રેમ અમિતાભ બચ્ચનના નામ પર સિંદૂર લગાવે છે. જોકે, રેખાએ કહ્યું હતું કે તે શૂટિંગને કારણે સિંદૂર લગાવીને લગ્નમાં પહોંચી હતી અને તે લોકોની પ્રતિક્રિયાઓથી પરેશાન નહોતી. સિંદૂર મને સૂટ કરે છે તેથી હું તેને લગાવું છું.


  • Follow us on: