• દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સીઈઓ અભિષેક મિશ્રાએ જાહેરાત કરી

  • એવોર્ડ સમારોહ 20 ફેબ્રુઆરીએ મુંબઈમાં તાજ લેન્ડ એન્ડ હોટેલમાં યોજાશે
  • થોડા દિવસો પહેલા જ ઋષભ શેટ્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી

ગયા વર્ષે તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'કંતારા'થી વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર ઋષભ શેટ્ટીની સિદ્ધિઓમાં વધુ એક નવો ચંદ્રક ઉમેરાયો છે. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં તેમને મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ઋષભ હવે કન્નડ સિનેમાની સીમાઓ પાર કરીને ઓલ ઈન્ડિયા લેવલનો એક્ટર બની ગયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેન્સર્સના સભ્ય અને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સીઈઓ અભિષેક મિશ્રાએ એક પત્ર દ્વારા આ અંગેની જાહેરાત કરી હતી. એવોર્ડ સમારોહ 20 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. ઋષભ શેટ્ટીને તાજ લેન્ડ એન્ડ હોટેલમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.


આ પહેલા પણ સાઉથના અનેક કલાકારોને દાદાસાહેબ ફાળકેથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2019માં, યશને 'KGF ચેપ્ટર 1' માં તેના અભિનય માટે દાદાસાહેબ ફાળકે સાઉથ એવોર્ડ મળ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2020 માં, કિચ્ચા સુદીપને 'દબંગ 3' માં તેના અભિનય માટે મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.

પીએમ મોદીએ કર્ણાટક પ્રવાસ દરમિયાન સાઉથ એક્ટર મનોરંજન ઉદ્યોગના વિવિધ પાસાઓ વિશે ચર્ચા કરી હાલમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકની મુલાકાતે હતા અને આ દરમિયાન તેઓ KGF સ્ટાર યશ અને કંતારાના અભિનેતા ઋષભ શેટ્ટી સહિત હોમ્બલે ફ્લ્મ્સિના મેકર્સ, નિર્માતા વિજય કિરાગંદુર અને અશ્વિની પુનીત રાજકુમારને મળ્યા હતા. મિટિંગ દરમિયાન તેમણે મનોરંજન ઉદ્યોગના વિવિધ પાસાઓ જેમ કે રાજ્યમાં થિયેટરોની સંખ્યા, સિનેમાની અસર અને તે અર્થતંત્રને કેવી રીતે વેગ આપશે તેની ચર્ચા કરી હતી. આ પછી ટીમે મોદીજી સાથે એક તસવીર પણ ક્લિક કરી હતી.

 

ઋષભ શેટ્ટી કાંતારા ફિલ્મના લેખક-એક્ટર-ડિરેક્ટર છે. બહુ ઓછા લોકોને એ વાતનો ખ્યાલ હશે કે ઋષભ શેટ્ટીને સફળતા મેળવતા 18 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડયો છે. આ મુલાકાતમાં દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પત્ની અશ્વીની રાજકુમાર પણ જોડાયા હતાં. પીએમ મોદી દ્વારા આ પ્રસંગે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ક્ષેત્રે પુનીત રાજકુમારના પ્રદાનને બિરદાવવાની સાથે યાદ કર્યા હતાં.

  • Follow us on: