• એકેડેમિક એવોર્ડની અંતિમ નામાંકન યાદીને પ્રસિદ્ધ કરવામાં આવી

  • બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચરની કેટેગરીમાં ‘ઓલ ધેટ બ્રેથ્સ’નું નામાંકન થયું
  • અગાઉ RRR ફિલ્મનું નાટુ-નાટુ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતી ચુક્યું છે

ઓસ્કારની સીઝન આખરે આવી ગઈ છે. પ્રતિષ્ઠિત ગોલ્ડન ટ્રોફી માટેના તમામ દાવેદારોને દર્શાવતી અંતિમ નામાંકન યાદીને આજરોજ મંગળવારની સાંજે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા પછી, RRR હવે સત્તાવાર રીતે ઓસ્કાર 2023 માટે પણ નોમિનેટ થયું છે. ફિલ્મના ગીત નાટુ નાટુને ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

આ વર્ષના એકેડેમી પુરસ્કારોમાં ઘણી ભારતીય ફિલ્મોએ પોતાનું નામ નોંધાવ્યું છે. રાજામૌલીની ફિલ્મ ‘નાટુ- નાટુ’ને ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમીનેશન મળ્યું છે. જયારે બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચરની કેટેગરીમાં શૌનક સેનની ઓલ ધેટ બ્રેથ્સનું નામાંકન થયું છે અને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં ધ એલિફન્ટ વ્હીસ્પરર્સને સ્થાન મળ્યું છે.

એસ.એસ. રાજામૌલીની RRR કે જેમાં મુખ્ય ભૂમિકામાં રામ ચરણ અને NTR જુનિયર જોવા મળ્યા હતા. સૌ કોઈને આશા હતી કે આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી મોકલવામાં આવશે પરંતુ બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એક્ટર સહિતની અલગ અલગ કેટેગરી માટે ભારત તરફથી પાન નલીનની ‘છેલ્લો શો’ ફિલ્મ મોકલવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મ બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મની કેટેગરીમાં સ્થાન પામી શકી નહોતી.


  • Follow us on: