• અજય દેવગનની ફિલ્મ 'રનવે 34'નું યોજાયું સ્પેશિયલ સ્ક્રીનિંગ 
  • અજય દેવગન, અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહનો જોરદાર અભિનય 
  • સેલેબ્સે ફિલ્મ 'રનવે 34'ની  કરી સમીક્ષા

 

હાલમાં જ મુંબઈમાં ફિલ્મ 'રનવે 34'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું. અજય દેવગન, અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ સ્ટારર આ ફિલ્મ જોવા માટે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ આવ્યા હતા. આ ફિલ્મ 29 એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. કપિલ શર્મા, રિતેશ દેશમુખ અને જેકી ભગનાનીએ ફિલ્મની સમીક્ષા કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા દરેક વ્યક્તિ અજય દેવગન અને અમિતાભ બચ્ચન સાથે રકુલ પ્રીત સિંહના અભિનય, દિગ્દર્શન અને મજબૂત સ્ટાર કાસ્ટ માટે પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

?" target="_blank">https://twitter.com/Riteishd/status/1519191117933256709?


સેલેબ્સે 'રનવે 34'ની સમીક્ષા કરી

સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપ્યા બાદ રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. આમાં રિતેશ અજય દેવગનને ગળે લગાવતો જોવા મળે છે. રિતેશે લખ્યું, "ગઈ રાત્રે મેં રનવે 34 જોઈ. ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામા અને થ્રીલર જોવાની મજા આવી ગઈ. મિત્ર અને ભાઈ અજય દેવગનને જોરદાર જાદુની ઝપ્પી. આ માણસ પર ગર્વ છે જે ઘણું બધું કરી શકે છે. પ્લેન લેન્ડિંગ સિક્વન્સનું નિર્દેશન જે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે જેને જોઇને મારૂ મગજ હચમચી ગયું છે.

?


જેકી ભગનાનીએ રકુલ પ્રીત સિહના કર્યા વખાણ 

રકુલ પ્રીત સિંહના બોયફ્રેન્ડ જેકી ભગનાનીએ પણ તેની લેડી લવના વખાણ કરતા ફિલ્મની પ્રશંસા કરી છે. ટ્વિટર પર પોસ્ટ શેર કરતા જેકીએ લખ્યું કે, "રનવે 34 મેં અત્યાર સુધી જોયેલી સર્વશ્રેષ્ઠ ટેકનિકલ ફિલ્મ છે. તે તમને ભાવુક બનાવી રાખે છે. અજય દેવગન સરનું શાનદાર દિગ્દર્શન. દરેકનો અભિનય ઉત્કૃષ્ટ છે. અમિતાભ બચ્ચન સરે સ્ક્રીન પર જીવ રેડી દીધો છે. રકુલ પ્રીત સિંહ તેં મને ગર્વનો અનુભવ કરાવ્યો છે. ટીમને શુભકામનાઓ. આશા છે કે દર્શકો ફિલ્મને માણશે અને તેમના પર પ્રેમ વરસાવશે."

કપિલ શર્માએ પણ ફિલ્મના વખાણ કરતી પોસ્ટ શેર કરી 

કોમેડિયન કપિલ શર્માએ પણ ફિલ્મના વખાણ કરતી પોસ્ટ શેર કરી છે. કપિલ શર્માએ લખ્યું, "સુંદર, શાનદાર, રોમાંચથી ભરપૂર, કલાકારોનો શાનદાર અભિનય, મજબૂત ફિલ્મ રનવે 34. આટલું સરસ ડિરેક્શન સંભાળવા માટે અજય દેવગન પાજીને સલામ." ફિલ્મની વાત કરીએ તો અજય દેવગન તેમાં કેપ્ટન વિક્રાંત ખન્નાની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે, અમિતાભ બચ્ચન નારાયણ વેદાંતના રોલમાં છે.


  • Follow us on: