બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. 16 જાન્યુઆરી 2025ના રોજ એક્ટર પર હુમલાખોરે હુમલો કર્યો હતો. આ ઘટનામાં સૈફ અલી ખાન ઈજાગ્રસ્ત થયો હતો અને એક્ટરને તરત જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં એક્ટરને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.
હોસ્પિટલમાંથી રજા મળતાં ઘરે પહોંચ્યો સૈફ અલી ખાન
સૈફ અલી ખાનને 21 જાન્યુઆરી 202ના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન હવે ઘરે પરત ફર્યો છે, એક્ટરે પાપારાઝી સામે પણ પોઝ આપ્યા હતા અને હેલો પણ કહ્યું હતું.
ઓટો ડ્રાઈવરને મળ્યો સૈફ અલી ખાન
હાલમાં સૈફ અલી ખાનનો એક ખાસ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની સાથે ઓટો ડ્રાઈવર જોવા મળી રહ્યો છે, જે ઓટો ડ્રાઈવરે તેને હુમલાખોરે હુમલો કર્યા બાદ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સૈફ અલી ખાનની ઓટો ડ્રાઈવર ભજન સિંહ રાણા સાથેની મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ફોટો જોઈને સ્પષ્ટ થાય છે કે સૈફ અલી ખાન 21 જાન્યુઆરી 2024 (મંગળવાર) ના રોજ લીલાવતી હોસ્પિટલમાં ઓટો ડ્રાઈવરને મળ્યો હતો. ફોટામાં સૈફ અલી ખાન વ્હાઈટ શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેને કાળા ચશ્મા પણ પહેર્યા છે. ફોટામાં જોઈ શકાય છે કે એક્ટરે ડ્રાઈવરના ખભા પર હાથ રાખ્યો છે અને સાથે બેસીને ફોટો પડાવ્યો છે.
એક્ટર કરશે મદદ
મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાન ઓટો ડ્રાઈવરને મળ્યો અને તેનો આભાર માન્યો. આ દરમિયાન સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોર પણ તેની સાથે હાજર હતી. તેમને ઓટો ડ્રાઈવર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેને હંમેશા બીજાઓને મદદ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાને ઓટો ડ્રાઈવરને કહ્યું છે કે જો જરૂર પડશે તો તે ચોક્કસપણે તેની મદદ કરશે.
સૈફ અલી ખાનનું નોંધવામાં આવશે નિવેદન
તમને જણાવી દઈએ કે આજે એટલે કે 22 જાન્યુઆરી 2025 (બુધવાર) ના રોજ, પોલીસ સૈફ અલી ખાનના ઘરે તેમનું નિવેદન નોંધવા માટે પહોંચી છે. પોલીસ એક્ટરના ઘરની પણ તપાસ કરી રહી છે અને ત્યાં હાજર તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.